યુનિવર્સિટી કુલપતિના નિવાસ્થાન ની બાજુમાથી વિદેશી દારૂ ની ખાલી બોટલ મળતા ખળભળાટ મચ્યો

પાટણ
પાટણ

યુનિવર્સિટી કેમ્પસમાં સિક્યુરિટી અને સીસીટીવી કેમેરા કાર્યરત હોવા છતાં યુનિવર્સિટી કેમ્પસ માં દારૂની મહેફીલો કોણ માણે છે તેવા સવાલ ઉઠ્યાં.. કુલપતિએ બનાવને ગંભીર લેખાવી યુનિવર્સિટીની સિક્યુરિટી એજન્સી સહિત પોલીસને ઘટના મામલે જાણ કરી..

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અવાર નવાર વિવાદોના વમળમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. ત્યારે ગુરુવારના રોજ એનએસયુઆઈ  દ્વારા યુનિવર્સિટી કેમ્પસની સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરતા યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિના નિવાસસ્થાન ની બાજુની દિવાલને અડીને આવેલા કોટ પાસેથી વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે.

તો આ સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિ ના ધ્યાને આવતા તેઓએ આ ઘટના ને ગંભીર લેખાવી સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવા અને યુનિવર્સિટી ની સિકયુરીટી એજન્સી સહિત પોલીસ તંત્ર ને જાણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

પાટણની HNGU યુનિવર્સિટી કોઈ ના કોઈ મુદ્દે અવાર નવાર ચચૉ મા રહેતી હોય છે ત્યારે ગુરૂવારે એનએસયુઆઇ ના કાયૅકરો એ  યુનિવર્સિટી કેમ્પસની સરપ્રાઈઝ મુલાકાત લેતા યુનિવર્સિટીમાં કુલપતિના નિવાસ સ્થાનની નજીકથી ખાલી ઇંગલિશ દારૂની બોટલ મળી આવતા યુનિવર્સિટી કેમ્પસમાં કોણ કરી રહ્યું છે દારૂની પાર્ટી તેવા વૈધક સવાલો ઉઠવા પામ્યા હતા. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ માથી અગાઉ પણ દારૂની બોટલ મળવાની ધટના બની હોય ત્યારે વધુ એક વખત યુનિવર્સિટી ને લાંછનરૂપ ઘટનાં બનતા સનસનાટી મચી જવા પામી છે.

પાટણ NSUI એ યુનિવર્સિટીનાં કમ્પાઉન્ડમાં કરેલ સરપ્રાઈઝ ચેકિંગમાં મળી આવેલ વિદેશી દારૂ ની ખાલી બોટલ મામલે યુનિવર્સિટી સામે અનેક સવાલો ઉઠ્યાં છે તો યુનિવર્સિટીમાં લાખો રૂપિયાનો ખર્ચ સિક્યુરિટી પાછળ તેમજ સીસીટીવી કેમેરા પાછળ થતો હોવા છતાં પણ વિદેશી દારૂની બોટલો કેવી રીતે યુનિવર્સિટીમાં આવે છે તે પણ એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે.

આ બાબતે યુનિવર્સિટીના કુલપતિ ને જાણ થતા તેઓએ તાત્કાલિક યુનિવર્સિટી ની સિક્યુરિટી એજન્સીને આ મામલે ધ્યાન દોરવાની સાથે પોલીસ વિભાગને પણ અવગત કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી  યુનિવર્સિટીમાં દારૂની મહેફીલો કોણ માણે છે તેવા તત્વો ને નસિયત કરવા પોતાની કટીબધ્ધતા વ્યકત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.