પ્રાથમિક પરીક્ષાનું સીસીટીવી નું પરિણામ જીપીએસસી મુજબ જાહેર કરવા ઉમેદવારો દ્વારા આવેદનપત્ર અપાયું
ક્રિષ્ના ગૃપના નેજા હેઠળ ઉમેદવારો કલેકટર કચેરી એ પહોંચ્યા: સીસીઈ નું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જીપીએસસી મુજબ જાહેર કરાવવા બાબતે પાટણ ખાતે ઉમેદવારો દ્વારા ક્રિષ્ના ગ્રુપના નેજા હેઠળ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.
ઉમેદવારો દ્વારા અપાયેલા આવેદનપત્ર માં જણાવ્યું હતું કે જાહેરાત ક્રમાંક 212/ 2024-25 સીસીઈ નું પ્રાથમિક પરીક્ષાનું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 1-4 થી 20-5-24 સુધી આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જગ્યાની જાહેરાતમાં કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે એવું પરીક્ષાના નોટિફિકેશનમાં જણાવ્યું હતું. પરંતુ 19-9-2024 ના રોજ પ્રસિદ્ધ થયેલ પરિણામ માં કુલ જગ્યા ના સાત ગણા ઉમેદવારોને પાસ કરાયેલ છે.
જેમાં જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઈઝ સાત ગણા ઉમેદવારોની શરતનું પાલન થયેલ નથી. જેથી મોટાભાગના ઉમેદવારોને અન્યાય થયેલ છે. જીપીએસસી દ્વારા પણ ક્લાસ વન ટુ તેમજ સુપર ક્લાસ 3 ની પરીક્ષામાં કેટેગરીના સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે.
જેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જીપીએસસી મુજબ સીસીઈ ની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરે એવી માગણી કરવામાં આવી હતી કારણ કે પ્રાથમિક પરીક્ષા માત્ર એલીમિનેશન ટેસ્ટ હોય ખૂબ નજીવી સંખ્યામાં વિદ્યાર્થી પાસ થયેલ છે. જેથી મહત્તમ વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષામાં બેસવા મળે અને બંધારણીય જોગવાઈ અનુસાર સમાનતાના સિદ્ધાંતનું પાલન થાય એવી લાગણી વ્યક્ત કરાઈ હતી.
જો કંડકટરની ભરતીમાં 15 ગણા ઉમેદવારની જગ્યાએ 25 ગણા ઉમેદવારને પાસ કરવામાં આવે તો બીજા ઘણા ઉમેદવારોને પણ લાભ થઈ શકે તેમ હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું હતું.
Tags application CCTV Examination