પાટણમાં આનંદ સરોવર પાસે અલ્ટો કાર સળગી પાણીનો મારો ચલાવી બુઝાવાઈ

પાટણ
પાટણ

પાટણ શહેરમાં સાંજના સમયે આનંદ સરોવર પાસે પસાર થઈ રહેલ અલ્ટો કારમાં આગળના ભાગે અચાનક ધુમાડા નીકળતા ચાલક ગાડી સાઈડમાં મુકીને ઉતરી ગયો હતો. ગણતરીની મિનિટમાં એન્જિનમાં શોર્ટ સર્કિટ થતા ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી. કારમાં આગ લાગતા સ્થાનિકો દ્વારા પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો કર્યો હતો.


આગ ગાડીમાં પ્રસરતા એસેસરિઝ અને વાયરીંગ સળગી જતા ગાડીમાં ભારે નુકસાન થયું હતું. સદનસીબે ચાલક ઉતરી દૂર ભાગી જતાં જાનહાનીની દુર્ઘટના ટળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.