બગવાડા દરવાજા ખાતે પરમિશન વગર સ્વયમ શૈનિક દળ દ્વારા અમિત શાહના પૂતળાનું દહન કરાતા પોલીસે ગુનો નોંધ્યો
પોલીસે રાત્રે કાયૅકરોના ઘરેથી તેઓની અટકાયત કરતાં સ્વયમ શૈનિક દળના કાયૅકરોમાં પોલીસ સામે આક્રોશ જોવા મળ્યો
પાટણ બગવાડા દરવાજા ખાતે સ્વયમ સૈનિક દળે ડો.બાબા સાહેબ આંબેડકર ની વિરૂદ્ધ માં ચાલું સંસદ સત્રમાં ખોટા અપમાન જનક નિવેદન અંગે ભાજપા નેતા અને ગૃહમંત્રી ભારત સરકાર અમિત શાહ વિરોધી સૂત્રોચાર દેખાવો સાથે વિરોધ પ્રદર્શન કરી સ્વયમ સૈનિક દળે પરમિશન વગર ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક ભાજપા નેતા અને ગૃહમંત્રી અમિત શાહનું પૂતળાનું દહન કરતાં પોલીસ દ્વારા પાટણ સ્વયમ સૈનિક દળના ૧૦ જેટલા કાર્યકરો સામે ગુનો નોંધી રાતોરાત દરેક કાયૅકરોની તેઓના ઘરે જઈને અટકાયત કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરતા સ્વયંમ શૈનિક દળના કાયૅકરોએ પોલીસ ની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી અડધી રાતે કાયૅકરોના ઘરે જઈને કરવામાં આવેલ અટકાયત મામલે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રજુઆત માટે પહોંચ્યા હતા. જયા ફરજ પરના પોલીસ કમૅચારીઓએ કાયૅકરોને પોલીસ વડા ની કચેરી મા પ્રવેશ ન કરવા દેતા સ્વયમ શૈનિક દળના કાર્યકરોમાં પોલીસ ની તાનાશાહી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.