સાંતલપુર તાલુકાના 45થી વધુ ખેડૂતોના સોલારન ઈન્વર્ટર બગડી ગયાનો આક્ષેપ

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 45 જેટલા ખેડૂતોએ SKY યોજના અંતર્ગત નખાવેલા સોલાર પ્રોજેક્ટના ઈન્વર્ટર બગડી ગયા હોવાનો આક્ષેપ કર્યો છે. આ બાબતે જે તે એજન્સીને રજૂઆત કરતા તેમના તરફથી કોઈ પ્રત્યુતર ન અપાતો હોવાનો આક્ષેપ કરાયો છે. ખેડૂતોએ કહ્યું હતું કે, અમે લોન લઈને આ પ્રોજે્કટનો ખર્ચ કર્યો છે. અમને હાલ જે નુકસાન જઈ રહ્યું છે તેની ભરપાઈ કોણ કરશે.પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના નલિયા ફીડરમાં 45થી વધારે ખેડૂતો દ્વારા સોલાર મંજૂર કરાવી પોતાના બોર ચલાવી શકાય અને વધુ આવક મળી શકે તેને લઈને વિધુત બોર્ડના અધિકારીઓ પાસેથી કાગળની કાર્યવાહી કરી મંજૂર કરાવી અને સોલાર પ્રોજેક્ટ લગાવવામાં આવેલો. ગણતરીના મહિનામાં જ આ પ્રોજેક્ટમાં લગાવેલા ઈન્વર્ટર બગડી ગયા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. ઈન્વર્ટર બંધ થઈ જવાના કારણે ખેડૂતોએ હાલ નુકસાન સહન કરવું પડી રહ્યું છે તો બીજી તરફ સોલાર પ્રોજેક્ટ માટે જે લોન લીધી છે તેના હપ્તા પણ ભરવા પડી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.


ખેડૂતોએ કહ્યું હતું કે, આ બાબતે અમે સોલાર પ્રોજેક્ટ લગાવનાર એજન્સીને ફરિયાદ કરીએ છીએ તો અમારી ફરિયાદ કોઈ સાંભળતું નથી. અમારા ફોન ઉપાડવાના પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ખેડૂતોને જે લગાવેલ ઇન્વર્ટર બળી ગયેલા હોય ખેડૂતોની આવક બંધ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોને બોર પણ બંધ થઈ ગયા અને સોલારની આવક પણ બંધ થઈ જતા ખેડૂતોને મહામુસીબતે લોન કેવી રીતે ભરવી તે પ્રશ્નો ઉભો થયો છે.ખેડૂતોએ કહ્યું હતું કે, કંપની દ્વારા ખેડૂતોની સર્વિસ આપવાનું અને દરેક જગ્યાએ તેમના માણસો રાખી ચકાસણી કરવાની ખાતરી આપી હતી પરંતુ કંપની દ્વારા કોઈપણ જાતની સર્વિસ આપવામાં આવતી નથી તેને લઈને ખેડૂતોની અંદર રોષ જોવા મળી રહ્યો છે.વારાહી યુજીવીસીએલ પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર આર.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, અમે એજન્સીને લેટર લખી જાણ કરી દીધી છે. પરંતુ એમને એવું કહ્યું હતું કે, ઈન્વર્ટર રીપેરીંગમાં ગયા છે આવે એટલે લગાવવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.