પાટણમાં આયોજીત બેઠકમાં રેવન્યુ વિભાગની તમામ કામગીરીઓનું વિહગાંવલોકન કરાયું

પાટણ
પાટણ

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં મહેસૂલી અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે પ્રેઝન્ટેશનના માધ્યમથી અત્યાર સુધી થયેલ રેવન્યુ વિભાગની તમામ કામગીરીઓનું વિહગાંવલોકન કરવામાં આવ્યું હતું.પ્રજાના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ થાય તે માટે કલેક્ટર દ્વારા રેવન્યુ વિભાગના અધિકારીઓને પડતર ફાઇલનો તાત્કાલિક નિકાલ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. મહેસૂલ વિભાગની વિવિધ સેવાઓ સામાન્ય નાગરિકોના રોજિંદા જીવન સાથે સંકળાયેલી છે. આ સેવાઓ લોકોને ઉપલબ્ધ કરાવવામાં બિનજરૂરી વિલંબ ન થાય તે માટે વહીવટીતંત્ર કર્ટીબધ્ધ છે.


સરકારીની વિવિધ સેવાઓને લગતાં પોર્ટલ જેવા કે, iORA e-Dhara (Web Bhulekh). RFMS. IRCMS, CM Dashboard, વિ. જેવા પોર્ટલ્સ વેબ એપ્લીકેશનમાં નિયત સમયમાં જે તે સેવાઓ પુરી પાડવામાં આવે છે. આ પોર્ટલમાં પ્રજાના પ્રશ્નોનો ઉકેલ થાય તેમજ તમામ પડતર ફાઈલોનો ઝડપથી નિકાલ થાય તે માટે સૂચના કરવામાં આવી છે. પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબંધ છે. જિલ્લાની તમામ કચેરીઓમાં રહેલી પડતર ફાઇલનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તે મુજબ કાર્યવાહી કરવા અંગેનું સુચન જિલ્લાના કલેકટર દ્વારા કરવામાં આવ્યું છે. પડતર ફાઈલોનો ઝડપથી નિકાલ કરવામાં આવશે તો પ્રજાના પ્રશ્નોને તાત્કાલિક વાચા મળશે.આ બેઠકમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, અધિક નિવાસી કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, પ્રોબેશનરી આઇએએસ અધિકારી વિદ્યાસાગર તથા રેવન્યુ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.