ચાણસ્મા તાલુકાના ગ્રામીણ પંથકમાં અખિયાં મિલાકે વાઇરસ રોગે ભરડો લીધો

પાટણ
પાટણ

ચાણસ્મા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં અખિયા મિલા કે રોગ દિવસેને દિવસે પ્રસરી રહ્યો છે અને મોટાભાગના ગામો જેવા કે ચવેલી રણાસણ લણવા ધીણોજ સહિતના ગામોએ આંખોના રોગોથી લોકો હેરાન થઈ રહ્યા છે ખાસ કરીને આ રોગ ચાણસ્મા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોમાં વધારે જોવા મળ્યો છે.આંખોમાં બળતરા બળવી, આંખો લાલ થઈ આંખમાં અસહ્ય દુખાવો થવો જેવા આંખો આવવાના લક્ષણો છે, હાલમાં મોટાભાગના ગ્રામીણ વિસ્તારના લોકોમાં આંખો આવવાના રોગે ભરડો લીધો છે અને દવાખાનામાં પણ આખો આવવાની દવા લેવા માટે દર્દીઓ જોવા મળી રહ્યા છે.આંખો આવે તો દર્દીએ શું કાળજી રાખવી તે અંગે ડોક્ટર ભરત ચૌધરી અને ડોક્ટર હર્ષદભાઈ જણાવ્યું હતું કે, આંખો આવવાનો રોગ તે વાયરસથી ફેલાતો ચેપી રોગ છે તેનાથી બચવા માટે ચશ્મા પહેરવા વારંવાર ઠંડા પાણીથી આંખ થવી અને આંખ આવી હોય તો આંખોમાં નાખવાની દવા ટીંપાનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ કરવો અને સફેદ કપડું આંખોના લુસવા માટે ખાસ ઉપયોગ કરવો જેથી આંખોમાં બીજું કોઈ ઇન્ફેક્શન ન થાય તેની કાળજી રાખવા માટે દર્દીઓને ખાસ સલાહ આપી છે.જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે આંખ આવવાની બીમારીના કેસ વધ્યા છે અને રિપોર્ટિંગ પણ સઘન થયું છે આરોગ્ય તંત્રની ટીમો શાળાઓની મુલાકાતો લઈ બીમારી જણાય ત્યાં સારવાર કરી રહી છે આ બીમારીમાં લોકોને સાજા થતા અઠવાડિયાથી દસ દિવસ જેટલો સમય લાગે છે. છેલ્લા અઠવાડિયામાં 2200થી વધુ કેસ જિલ્લામાં નોંધાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.