ઊંઝા APMC દ્વારા ખેડૂતોને અને વેપારીઓ માટે કમોસમી વરસાદની આગાહીને લઈને સૂચન
ઊંઝા APMC દ્વારા ખેડૂતોને અને વેપારીઓ માટે કમોસમી વરસાદની આગાહીને લઈને ગાઇડલાઇનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દરેક ખેડૂત અને વેપારી મિત્રોને જણાવ્યું છે કે, તા. 08/01/2024થી તા. 09/01/2024 સુધી હવામાન વિભાગની કમોસમી વરસાદ પડવાની આગાહી હોવાથી માર્કેટયાર્ડમાં પોતાની ખેતપેદાશ વેચાણ અર્થે લાવતા ખેડૂત મિત્રોએ ખેતપેદાશ પ્લાસ્ટિકથી ઢાંકીને લાવવું અને સુરક્ષિત જગ્યાએ રાખવું તથા વેપારી મિત્રોએ માલ યોગ્ય સુરક્ષીત જગ્યાએ ઉતારવો અને સંગ્રહ કરવો જેથી કરીને કોઈ નુકસાન થાય નહિ.
ખાસ તકેદારી રાખવા માટે ઊંઝા APMCના ચેરમેન દિનેશભાઇ પટેલ દ્વારા જાહેરાત કરાઈ છે. અવારનવાર કમોસમીની આગાહીને લઈને ખેડૂતોને તેમજ વેપારીઓને પાક નુકસાન થાય છે. તેમજ લીધેલા પાકમાં પણ અમુકવાર નુકસાન થતું હોય છે. જેને લઈને ઊંઝા APMC ચેરમેન દિનેશભાઇ પટેલ દ્વારા તમામ ખેડૂતોને અને વેપારી મંડળને લીધેલો પાક સલામત જગ્યાએ રાખવા આદેશ કરાયો છે જેને લઈને મોટુ નુકસાન થાય નહીં.
Tags Banaskantha Gujarat mahesana ગુજરાત