ચાણસ્માની જેઠીબા આર્ટસ કોલેજ ખાતે યુવા ટુરિઝમ જાગૃતિ સેમિનાર યોજાયો

પાટણ
પાટણ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુવા ટુરીઝમ ક્લબની રચના અને યુવા ટુરીઝમ જાગૃતિ સેમિનાર ચાણસ્માની જેઠીબા આર્ટસ કોલેજ ખાતે કુલપતિની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાણસ્માની જેઠીબા આર્ટસ કોલેજ ખાતે આજરોજ યુવા ટુરિઝમની રચના અને યુવા ટુરિઝમ જાગૃતિ સેમિનાર યુનિવર્સિટીના કુલપતિ રોહિત દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કોલેજોમાં યુવા ટુરિઝમ ક્લબ રાષ્ટ્રીય એકતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રોત્સાહન આપશે. યુવાન વયે પર્યટન માટે રુચિ કેળવવી અને મૂલ્યો આત્મસાત કરવા, આપણા ગામો, શહેરો, રાજ્ય અને દેશના વૈવિધ્યસભર કુદરતી અને સાંસ્કૃતિક વારસા વિશે શિક્ષિત કરવા, જવાબદાર પ્રવાસન પ્રથાઓ શીખવવા અને તેનો પ્રચાર કરવો અને શિક્ષણમાં પ્રવાસ અને પર્યટનના મહત્વની પ્રશંસા કરવી, મુસાફરી કરીને અને સાહસિક પર્યટનમાં જોડાઈને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવા પ્રયત્નો કરવા પ્રયત્ન કરશે. યુવા ટુરિઝમ સેમિનારમાં 200 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ રોહિત દેસાઈ, યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ચિરાગ પટેલ તેમજ જેઠીબા કોલેજના પ્રિન્સિપાલ કેબી પટેલે વિદ્યાર્થીઓને યુવા ટુરિઝમની રચના અને કામ વિશે માર્ગદર્શન આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.