પાટણના સિદ્ધિ સરોવરમાં યુવકે પડતુ મુકતા તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરી

પાટણ
પાટણ

પાટણ શહેરમાં સુસાઈડ પોઇન્ટ બની ચૂકેલા સિદ્ધિ સરોવરમાં શનિવારે વધુ એક યુવકે પડતું મૂક્યું હતું. સિદ્ધિ સરોવરમાં એક યુવકે ઝપલાવ્યું હતું જેને ડૂબતો જોઈ સ્થાનિકે બચાવવા માટે દોડ લગાવી હતી. એક યુવકે અંદર છલાંગ લગાવી આ યુવકની પાણીમાં શોધખોળ કરી હતી, પરતુ હાથ ના લાગતાં પાલિકાના ફાયર ફાઇટર ટીમને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી શોધખોળ શરૂ કરી હતી, પરતુ યુવકની કોઈ ભાળ મળી ન હતી.


શહેરના સિધ્ધિ સરોવરમાં એક યુવકે કોઈ કારણોસર પડતું મૂક્યું હતું. સરોવરથી 500 મીટર દૂર વૃક્ષ નીચે કોર્પોરેટર સહિત બેઠેલા યુવકોના ટોળામાંથી એક યુવકની નજર સરોવરમાં પડી હતી. સરોવરમાં યુવક ડૂબતો દેખાતા તેને બચાવવા માટે દોડ લગાવી હતી. ત્યાં સુધીમાં યુવક પાણીની અંદર ડૂબી ગયો હતો છતાં યુવકને બચાવવા માટે સ્થાનિક એક યુવકે પાણીની અંદર છલાંગ લગાવી તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મળી આવ્યો ન હતો. જેથી કોર્પોરેટર દેવચંદ ભાઈ પટેલે બચાવવા માટે તાત્કાલિક નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બોટ અને તરવૈયાની ટીમ દ્વારા અંદર શોધખોળ હાથ કરી હતી. પરંતુ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. લોકોને જાણ થતાં મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટ્યા હતા પરિવારના લોકોને જાણ થતાં પરિવારના સભ્યો સહિત દરજી સમાજના લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.