પાટણના ખાતે હૃદય રોગ નિવારણ અભિયાન સાથે યોગ શિબિર યોજાઈ

પાટણ
પાટણ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા પાટણ ના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે રવિવારે સવારે યોગ દ્વારા હૃદય રોગ નિવારણ સાથે યોગ શિબિર અને સી.પી.આર ટ્રેનીંગ નો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ કો-ઓર્ડીનેટર સહિત તેમની સમગ્ર ટીમ સાથે પાટણના પ્રબુદ્ધ નગરજનોએ ઉપસ્થિત રહી સમૂહમાં વિવિધ પ્રકારના યોગ, પ્રાણાયામ સાથે યોગ ના ફાયદાઓ વિશે માગૅદશૅન મેળવ્યું હતું.

યોગ દ્વારા  હૃદય રોગ નિવારણ અંગે સીપીઆર ની ટ્રેનિંગ પણ મેળવી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર એ પોતાની જાતે  હૃદય રોગના હુમલા સમયે સીપીઆર કેવી રીતે આપવામાં આવે છે તેની પ્રેકટીકલ સાથે જાણકારી પ્રાપ્ત કરી ઉપસ્થિત લોકોને પણ માહિતગાર કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.