પાટણ- ઉઝા હાઈવે માગૅ પર ફાઈનાન્સ કંપની મા ફરજ બજાવતી મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખી રૂ. 2 લાખની લૂટ
બાલીસણા પોલીસે ગુનો નોંધી લૂટ ચલાવી ફરાર થયેલા બાઈક સવારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ; પાટણ- ઉઝા હાઈવે રોડ પર આવેલા વિસલવાસણા-બાલીસણા માગૅ વચ્ચે ગતરોજ પસાર થઈ રહેલ એક મહિલાની આંખમાં મરચું નાખી બે ઈસમો રૂ. બે લાખથી વધુ રોકડ ભરેલ બેગની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હોવા અંગેની ફરિયાદ બાલીસણા પોલીસ મથકે નોધાતા પોલીસે ધોરણસરનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઊંઝા તાલુકાના કામલી ગામે સોમનાથ નગર સોસાયટીમાં રહેતા ગીતાબેન વિપુલભાઈ સુથાર કે જેઓ પહલ ફાઇનાન્સ પ્રા.લી.માં નોકરી કરે છે જેઓ તારીખ 10-10 2024 ને ગુરૂવારના રોજ ઊંઝામાં મહિલા મંડળ ગ્રુપ લોનનું જુદા જુદા સેન્ટર ઉપરથી પૈસાનું કલેક્શન મેળવી આશરે રૂપિયા બે લાખ 1800 ની રકમ એક કાળા કલરની સ્કૂલબેગ જેવી બેગમાં મૂકી તેઓ તેમના મેસ્ટ્રો સ્કૂટર ઉપર સવાર થઈ તે બેગઆગળના ભાગે બે પગ વચ્ચે મૂકીને સાંજના સાડા ચાર થી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન ઊંઝા પાટણ રોડ પર વિસલવાસણા અને બાલીસણા વચ્ચે આવેલ ફેક્ટરી નજીકથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે પાછળથી એક બાઈક પર સવાર થઈ આવેલા બે શખ્સો પૈકી પાછળ બેઠેલા ઈસમે ગીતાબેન ના ટુ-વ્હીલર નજીક પહોંચી તેઓ કંઈ સમજે તે પહેલા તેમની આંખમાં મરચા નો પાવડર નાખતા તેઓ ની આંખમાં બળતરા થવા લાગતાં તેઓ ઉભા રહી ગયા હતા આ દરમિયાન આ બે ઇસમો રોકડ રકમ ભરેલ બેગ ની લૂંટ ચલાવી ત્યાંથી પલાયન થઈ ગયા હતા.
સમગ્ર ઘટના બાદ સ્વસ્થ થયેલા ગીતાબેને પોતાની સાથે ઘટેલી સમગ્ર ઘટના વર્ણવી બાલીસણા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ આપતા પોલીસે કલમ 309, (6),54 મુજબ ગુનો દાખલ કરી લૂટ ચલાવનાર બંને શખ્સો ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હતા જોકે હજુ બન્ને શખ્સો પોલીસ પકડથી દુર હોય કેસની તપાસ બાલીસણા પીઆઇ પી.બી.સોલંકી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.