સિદ્ધપુર તાલુકાના મેળોજ ગામમાં યાત્રાનું ઉષ્માભેર સ્વાગત

પાટણ
પાટણ

રાજ્ય સહિત પાટણ જિલ્લામાં જ્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નીકળી રહી છે ત્યારે આ સંકલ્પ યાત્રાનું ઠેર ઠેર સન્માન થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે જોડાઈ રહ્યા છે અને કેન્દ્ર સરકારની મહત્વની ફ્લેક્સશીપ યોજનાઓની માહિતી મેળવી રહ્યા છે. આજે પાટણ જિલ્લાના મેળોજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમાં સ્થાનિક પદાધિકારીઓથી લઈને આગેવાનો જોડાયા હતા.વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં લોકોએ ભાગ લઈને અનેક સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આરોગ્યના કેમ્પનો 135થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ સંકલ્પ યાત્રામાં 42 જેટલા લાભાર્થીઓએ આયુષ્યમાન યોજના અંતર્ગત કાર્ડ પણ નીકળ્યા હતા. ઉપરાંત પ્રધાનમંત્રી જન આવાસ યોજના, આધારકાર્ડ, અને સરકારની અન્ય યોજનાઓનો પણ લાભાર્થીઓએ લાભ લીધો હતો.


આઈસીડીડી વિભાગ દ્વારા મિલેટ્સનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો. જેથી મિલેટ્સ અંગે જાગૃતતા ગામમાં આવે. સરકારની વિવિધ શાખાઓની કલ્યાણકારી યોજનાઓ વિશે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન માહિતી આપવામાં હતી. ઉપરાંત પોષણ અભિયાન, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.