સિદ્ધપુર તાલુકાના ચાંદણસર ગામમાં યાત્રાનું ઉષ્માભેર સ્વાગત
દેશના છેવાડાના માનવી સુધી ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતિ અને લાભો પહોંચાડવા દેશભરમાં 15મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. જે અંતર્ગત પાટણ જિલ્લામાં સિદ્ધપુર તાલુકાના ચાંદણસર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ગામવાસીઓ જોડાયા હતા. આ યાત્રા દરમિયાન ગામવાસીઓએ હેલ્થ કેમ્પનો, આધાર કાર્ડ કેમ્પનો લાભ લીધો હતો.
આઈસીડીડી વિભાગ દ્વારા મિલેટ્સનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં સરકારના વિવિધ શાખાઓની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા, પી.એમ કિસાન વય વંદના યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પશુપાલન માટે વધુ પ્રચાર પ્રસાર સાથે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ICDS, PMJAY, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ તેમને મળેલા લાભોનો સુખદ અનુભવ વ્યક્ત કર્યાં હતા.