![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/11-19.jpg)
પાટણ ખાતે હાઇકોર્ટના યુનિટ જસ્ટીસે કોર્ટોની વહીવટી બાબતોની સમીક્ષા કરી
પાટણ જિલ્લા અદાલત ખાતે પાટણ જિલ્લા સહિત જિલ્લાની તમામ તાલુકા કોર્ટોની વહિવટી બાબતોની ચર્ચા કરવા માટેની ત્રિમાસિક ‘પિરીયોડિકલ મિટીંગ યોજાઇ હતી. આ બેઠકને પાટણ જિલ્લાની કોર્ટોનાં વહિવટી હવાલો ધરાવતા ગુજરાત હાઇકોર્ટનાં યુનિટ જજ મોનાબેન ભટ્ટે સંબોધી હતી. આ બેઠકનાં પ્રારંભે જિલ્લા અદાલત સંકુલમાં આવી પહોંચેલા યુનિટ જજ મોનાબેન ભટ્ટનું પાટણ જિલ્લા જજ હિતાબેન ભટ્ટ તથા અન્ય જજો અને પાટણ વકીલ મંડળનાં આર.ડી. દેસાઇ તથા જ્યોત્સનાબેન નાથે સ્વાગત કર્યુ હતું.
બેઠકમાં પાટણ જિલ્લાની તમામ કોર્ટોમાં ચાલતા વિવિધ કેસોની સ્થિતિ, તેનાં નિકાલ અને પડતર કેસની આંકડાકિય વિગતોની જાણકારી હાઇકોર્ટ જસ્ટીસે મેળવીને તે અંગે સમીક્ષા કરી હતી તથા આગામી 9- 9-2023નાં રોજ યોજાનારી રાષ્ટ્રીય લોક અદાલતમાં વધુમાં વધુ કેસોનો નિકાલ થાય તે માટેની જરુરી સુચનો આપ્યા હતા. આ બેઠકમાં પાટણ જિલ્લા જજ હિનાબેન ભટ્ટ, સેસન્સ જજો જી.જે. શાહ, બી.કે. બારોટ, ફેમિલી કોર્ટનાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ પી.વી.જોશી સહિત તાલુકા કોર્ટોનાં મેજિસ્ટ્રેટો ઉપસ્થિત રહ્યા હતા.