પાટણમાં બે દિવસીય ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા

પાટણ
પાટણ

પાટણ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના 50 વર્ષની ગોલ્ડન ઝયુબેલી શનિવાર અને રવિવાર એમ બેદિવસીય ત્રિવિધ ઈશ્વરીય કાર્યક્રમો થકી ઉજવવામાં આવી હતી.પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ના ગોલ્ડન ઝયુબેલી વષૅની ઉજવણીના ઉપલક્ષ્યમાં આયોજિત રવિવારના બીજા દિવસે પાટણ ઊંઝા હાઈવે રોડ પર નવનિર્માણ પામેલા દિવ્ય દર્શન સેન્ટર ના મંગલ મૂર્તિ સભાગૃહ નું ગુડગાંવ દિલ્હી સેન્ટર ના બ્રહ્માકુમારી આશાદીદી ,માઉન્ટ આબુ સેન્ટરના શીલુદીદી, અમદાવાદ સેન્ટર ના ચંદ્રિકાદીદી, મહેસાણા સેન્ટરના સરલાદીદી,પાટણ સેન્ટરના નિલમદીદી,નીતાદીદી, નિધીદીદી સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા બ્રહ્માકુમારીઓ અને કુમારો દ્રારા પરમકૃપાળુ શિવ પરમાત્મા ના શુભાશિષ સાથે ઉદધાટન કરવામાં આવ્યું હતું.મંગલમૂર્તિ સભા ગૃહના ઉદ્ઘાટન બાદ શહેરના ખોડાભા હોલ ખાતે આયોજિત કરાયેલા ઈશ્વરીય જ્ઞાન સાથેના ગીત સંગીતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુર ધારાસભ્ય બલવંતસિંહ રાજપુતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્રારા વિશ્વમાં કરાતાં શિવપરમાત્મા ના કાયૅ ની સરાહના કરી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય પાટણના 50 વર્ષ ના ગોલ્ડન ઝયુબેલી પર્વની ઉજવણીમાં સહભાગી બન્યાનો આનંદ વ્યક્ત કરી કેન્દ્ર અને રાજય સરકાર તરફથી બ્રહ્માકુમારી સેન્ટરોને જરૂર જણાયે મદદરૂપ બનવાની ખાતરી આપી ઉપસ્થિત દીદીઓના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે ગુડગાંવ દિલ્હી સેન્ટરના બ્રહ્માકુમારી આશાદીદી એ પાટણ સેન્ટરના ગોલ્ડન ઝયુબેલી વષૅની ઉજવણીના આયોજન બદલ સેન્ટર હેડ પૂજ્ય નીલમદીદી સહિત બ્રહ્માકુમારી ભાઈઓ બહેનો સહિત સમગ્ર પાટણ વાસીઓને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે કોઈ ઈન્ડસ્ટ્રીઝ બનાવવી હોય તો આઠ દશ મહિના લાગે પરંતુ પાટણ સેન્ટરને તૈયાર થતાં પાચ વષૅ નો સમય લાગ્યો છે કારણકે આ સેન્ટર ના નિમૉણ મા પરમપિતા શિવ પરમાત્મા ની બુદ બુદ સમાયેલી છે. તેઓએ નેગેટિવ નહિ પરંતુ પોઝિટિવ વિચારો જીવનમાં ઉતારવાની સાથે મોબાઇલ મા મન પરોવ્યા કરતાં પ્રેમની પરિભાષા થકી મનની એકાગ્રતા કેળવી પરમાત્માની પ્રાપ્તિ માટે આશિષ પાઠવ્યા હતા.


ભારતીય ચલણી નોટ ઉપર પાટણની રાણકીવાવ ને અંકિત કરવામાં આવી છે એનો મતલબ કે પાટણની પ્રભુતા કંઈક જુદી જ હોવાની સાથે પાટણ ભાગ્યશાળી હોવાનું તેઓએ જણાવી પોતાના રૂડા આશીર્વાદ પાઠવ્યા હતાં. આ પ્રસંગે માઉન્ટ આબુ સેન્ટરના શીલુદીદી, અમદાવાદ ના ચંદ્રિકાદીદી, મહેસાણા ના સરલાદીદી સહિત નાઓએ પ્રસંગો ચિત શિવ પરમાત્મા નું જ્ઞાન પિરસ્યુ હતું. પાટણ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ગોલ્ડન ઝયુબેલી વર્ષની ઉજવણી પ્રસંગે પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ ,પાટણના પૂવૅ કલેકટર જે. ડી. ભાડ,યુનિવર્સિટી કા. કુલપતિ ડો.રોહિત દેસાઈ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર ,મોહનભાઈ પટેલ સહિતના ઉપસ્થિત મહાનુભાવો નું પાટણ સેન્ટરના હેડ નિલમદીદી દ્રારા શાબ્દિક સ્વાગત કરી પરમપિતા પરમાત્માની ભેટ સોગાદો થી આવકાયૉ હતાં.કાર્યક્રમની શરૂઆતમાં બ્રહ્માકુમારી બહેનો દ્વારા પાટણની પ્રભુતા રજૂ કરતી નાટીકા અને ગીત સંગીત સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમ નું સફળ સંચાલન બ્રહ્માકુમારી મમતા દીદી દ્વારા કરવામાં આવ્યું હતું તો પ્રસંગને સફળ બનાવવા પાટણ બ્રહ્માકુમારી સેન્ટરના નીતા દીદી, નિધિદીદી,હેતલ દીદી,મિત્તલ દીદી સહિત બ્રહ્માકુમારી પરિવારના બ્રહ્મકુમાર અને કુમારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.