પાટણ APMCખાતે તાલુકા પંચાયતના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

પાટણ
પાટણ

રાષ્ટ્રીય અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવતું હોય છે.જેના ભાગરૂપે આજ થી સમગ્ર રાજ્યમાં તાલુકા પંચાયત અને નગરપાલિકા અને મહાનગર પાલિકાના સદસ્યો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન થયું છે.જેના ભાગરૂપે આજરોજ પાટણ એપીએમસી હોલ ખાતે પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો હતો.પ્રદેશમંત્રી અને વાલી નૌકાબેન પ્રજાપતિના હસ્તે રીબીન કાપી વર્ગ ખુલ્લો મુકાયો હતો.કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે પ્રશિક્ષણ વર્ગના પ્રદેશ સંયોજક કે.સી.પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર,જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ,રમેશભાઈ સિંધવ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રશિક્ષણ વર્ગના પ્રદેશ સંયોજક તેમજ પ્રથમસત્રના વક્તા કે.સી.પટેલે સફળ વાતો અને અનુભવ અને કથન વિષય ઉપર તાલુકા પંચાયત સદસ્યો દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોની સમીક્ષા કરી હતી.


પ્રથમ સત્રમાં અધ્યક્ષ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર રહ્યા હતા.બીજા સત્રના વક્તા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આદર્શ જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ તેનો વ્યવહાર કેવો હોવો જોઈએ તેના ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા. બીજા સત્રમાં અધ્યક્ષ તરીકે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર હાજર રહ્યા હતા.ત્રીજા સત્રમાં વક્તા તરીકે આર્થિક સેલના પ્રદેશ સંયોજક પ્રેરકભાઈ શાહ અને અધ્યક્ષ તરીકે APMC ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને ચોથા સત્રમાં વક્તા તરીકે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અન અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પાટણ જિલ્લાની તમામ તાલુકા પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.