જિલ્લામાં કુલ 14 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે

પાટણ
પાટણ

ઉત્તરાયણ પર્વે અકસ્માત તથા ધાબા ઉપરથી પડી જવાના તથા ક્યાંક કરંટ લાગવાના બનાવો બનતા હોય છે જેને લઈને આ વર્ષે પણ 108 ઈમરજન્સી વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે જિલ્લામાં કુલ 14 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે જેમાંથી 14 એમ્બ્યુલન્સ બેઝીક લાઈફ સપોર્ટ સિસ્ટમ આધારિત હશે જેમાં પૂરતો દવાઓનો સ્ટોક પણ ઉપલબ્ધ હશે.તેમ 108 નરેશ પટેલ જણાવ્યું હતું.

ઉત્તરાયણની ઉજવણી કરવા માટે લોકોએ પતંગ-દોરીની ખરીદી કરવા માંડી છે. હર્ષોલ્લાસ સાથે દર વર્ષે 14જાન્યુઆરીએ આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જો કે કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન ધાબા પરથી પટકાઈ જવાના, પડી જવાના. અકસ્માતોના અને શારીરિક હુમલાઓ, ગળામાં દોરી વીંટાઈ જવાથી થાયલ થવાના કેસોમાં વધારો થતો હોય છે. જેના પગલે 108 ઈમરજન્સીને સામાન્ય દિવસોમાં મળતા કેસોની સરખામણીએ ઉછાળો આવે છે.જેને લઈ ઉતરાયણના દિવસે પાટણ જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઈમરજન્સીને પહોંચી વળવા માટે 14 જેટલી 108 એમ્બ્યુલન્સોને એલર્ટ રાખવામાં આવ્યા છે.

ઉતરાયણ ની કામગીરીને સંચાલિત કરવા માટે જિલ્લામાં EMT અને પાયલોટ સ્ટાફ સહિત કુલ 70 કર્મચારીઓ ફરજ ઉપર સ્ટેન્ડ બાય રહેશે જેથી જિલ્લામાં ક્યાંય પણ જરૂર પડે તો 108 એમ્બ્યુલન્સ મારફતે પહોંચી શકાય અને જીવ બચાવી શકાય.તેમ 108ના નરેશ પટેલએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.