ચાણસ્મા તાલુકાના શિક્ષકે શ્રેષ્ઠ શિક્ષક તરીકે મળેલી રકમ શાળા વિકાસમાં આપીને પ્રેરણાદાયી પહેલ કરી

પાટણ
પાટણ

પાટણ જિલ્લા નાચાણસ્મા તાલુકા ના ઇટોદા પ્રથમીક શાળા ના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક નો એવોડ મળતા તેમને એવોડ માં મળેલ રકમ તેમને શાળાના બાળકોના વિકાસ અર્થે શાળાને ભેટ આપી ઉમદા કાર્ય કર્યું હતું.પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઈટોદા પ્રાથમિક શાળાના શિક્ષક વિપુલકુમાર પ્રહલાદભાઈ પ્રજાપતિ ને 5 સપ્ટેમ્બરના રોજ ચાણસ્મા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળ્યો હતો.જેઓનું આજે શાળા કક્ષાએ શાળા પરિવારવતી સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું.


શ્રેષ્ઠ શિક્ષક વિપુલભાઇએ મળેલ એવોર્ડની રકમ રૂપિયા 5000/- પુરા તેમણે શાળાના બાળકોના વિકાસ અર્થે શાળાને ભેટ આપેલ છે.શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા.શાળાના આચાર્ય રાકેશભાઈ મોદીએ જણાવેલ કે વિપુલભાઈ આવનારા વર્ષોમાં તેઓ તેમની પ્રશંસનીય કામગીરીના બદલામાં જિલ્લા કક્ષાએ પણ એવોર્ડ મેળવે તેવી સૌ શાળા પરિવારવતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.