પાટણના સૂર્યનગર ચોકમાં આદિવાસી સમાજના ઇષ્ટદેવ બિરસા મુંડાના સ્ટેચ્યૂનું અનાવરણ કરાયું

પાટણ
પાટણ

આંતરરાષ્ટ્રીય સંગઠન સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઈ.સ. 1992ની નવમી ઓગસ્ટથી વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો. ત્યારથી આજદિન સુધી ભારતભરમાં વસતા આદિવાસી સમાજના લોકો નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ તરીકેની ઉજવણી કરતા હોય છે. ત્યારે આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિનની ઉજવણી પાટણ શહેરમાં વસતા આદિવાસી સમાજના લોકોએ ગૌરવ યાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો થકી ઉત્સાહભેર ઉજવણી કરી હતી.પાટણ શહેરના સૂર્યનગર ચોકમાં આદિવાસી સમાજના ઇષ્ટદેવ એવા ધરતી બાબા બિરસા મુંડાના સ્ટેચ્યુનું અનાવરણ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈ પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ સહિત સ્ટેચ્યુના દાતા એવા ગોવિંદભાઈ જેસંગભાઈ ભીલ પરિવારની ઉપસ્થિતિ વચ્ચે રીબીન કાપ્યા બાદ બિરસા મુંડા ના સ્ટેચ્યુનું અનાવરણ કરાતા જય જોહારના નાદ સાથે સમગ્ર વાતાવરણને ગજવી મૂક્યું હતું અને આદિવાસી સમાજના ઇષ્ટદેવ એવા બિરસા મુંડા ની પ્રતિમાને પુષ્પ વર્ષા કરી વિશ્વ આદિવાસી ગૌરવ દિનની યાદગાર ઉજવણી કરવામાં આવી હતી તો બિરસા મુંડા ની પ્રતિમાના દાતા તરીકે ગોવિંદ જેસંગભાઈ ભીલ પરિવારે લાભ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.