સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને સેમિનાર યોજાયો

પાટણ
પાટણ

પાટણ તથા સિદ્ધપુર જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્રારા આયોજિત સેમિનાર કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષાસ્થાને યોજાયો હતો.કેબિનેટ મંત્રીએ સ્ટોળની મુલાકાત લીધી હતી. ત્યારબાદ કાર્યકમને સંબોધતા જણાવ્યું, કે સિદ્ધપુર વિસ્તારમાં વિકાસોના કામ કરવાનું આયોજન છે. ઉદ્યોગ ક્ષેત્રેની વિવિઘ યોજનાનો લાભ લઈ લાભાર્થીઓ આ સહાયનો સારી રીતે ઉપયોગ કરે તે જરુરી છે. સરકારના પ્રયત્નોને લિધે આજે ગુજરાત નંબર 1છે અને એમના પ્રયત્નોના લીધે જ આજે ભારત દેશ વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યું છે . સિદ્ધપુર નંબર 1 બને તે રીતનું કામ કરવાનુ છે. સરકારની યોજનાઓનો લાભ લેવો એ લોકોનો હક છે આ હક અપાવવા આપને માધ્યમ બની રહ્યા છીએ એ વાતનો આનંદ છે. જિલ્લા વહીવટી તંત્ર સિદ્ધપુરના ગામડાઓની મુલાકાત લેશે ત્યારે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા આપ પ્રેરિત થશો. માનવગરીમા યોજનાઓ લાભ લેવા કેબિનેટ મંત્રીએ અનુરોધ કર્યો હતો.સિદ્ધપુરમાં ગામતળના પ્રશ્ન પણ ઉકેલવવામાં આવી રહ્યો છે. સિદ્ધપુર વિસ્તારની શાળાઓ RO વગરની ના રહે તે રીતનું આયોજન કરવામાં આવનાર છે. મંત્રીએ યુવાઓને અનુરોધ કરતા જણાવ્યું કે તમે વતનમાં રહીને રોજગારી મેળવી અથવા સ્ટાર્ટ અપ જેવા ઉદ્યોગો શરુ કરો. તમને આ બાબતમાં કોઈ જ તકલીફ હોય તો ઉદ્યોગ વિભાગ દ્વારા તમામ પ્રકારની મદદ કરવા ત્યાર છે.આ કાર્યક્રમના અંતે લાભાર્થીઓના અંતે ગાંધીજીના ચરખાનું વિતરણ, માનવકલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને કિટનું વિતરણ, આંગણવાડીમાં રસોડા સેટનું વિતરણ, વાજપેઇ બેંક લોન ચેકનું વિતરણ, નિશાળોમાં RO પ્લાન્ટનુ વિતરણ કરવામાં આવ્યું અને જિલ્લાના 451 લાભાર્થીઓને 1કરોડથી વધુનો લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.