પાટણમાં મહિલાઓએ બ્યુટી પાલૅર અને મેકઅપ તાલીમ અંગે સેમિનાર યોજાયો

પાટણ
પાટણ

પાટણ શહેરમાં સામાન્ય પરિવારની મહિલાઓ આર્થિક રીતે પગભર બની જાતે જ આત્મ નિર્ભર બને તેવા ઉદ્દેશથી શહેરના શ્રી કૃષ્ણમ પ્લાઝા ખાતે કાયૅરત દિવ્યાસ એકેડમી દ્વારા અત્યાર સુધીમાં 300 થી વધુ બહેનોને બ્યુટી પાલૅર ની તાલીમ આપી ને પગભર બનાવવામાં આવી છે.આ હુનર ને શિખવાનો લાભ અન્ય જરૂરિયાત મંદ બહેનો વધુમાં વધુ લઈ તેઓ પોતાની જાતે જ પગભર બને તેવા ઉમદા ઉદેશથી દિવ્યાસ એકડમી દ્રારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે તાજેતરમાં મેકઅપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.


આ મેકઅપ સેમીનાર મા પાટણ શહેર સહિત ઉતર ગુજરાત ની અંદાજીત 300 થી વધુ બહેનો એ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી બ્યુટી પાલૅર અને મેકઅપ ને લગતી વિવિધ ની જાણકારી પ્રાપ્ત કરી હતી. દિવ્યાસ એકેડમીના કૃપા રાઠોડ અને દેવ્યાની રાજગોર દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર ઉત્તર ગુજરાત ની બહેનોને મેકઅપ અને બ્યુટી પાર્લર અંગે સચોટ માર્ગદર્શન પુરૂ પાડી આ ક્ષેત્રની અંદર પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બની શકે તે માટે દિશા સૂચન સાથે મેકઅપ અંગેની તાલીમ પણ આપવામાં આવી હતી. સેમિનાર મા બ્યુટી પાર્લર ની તાલીમ મેળવી ઉત્સુક મહિલાઓએ દિવ્યાસ એકેડમી અને તેના સંચાલકો નો આભાર વ્યક્ત કર્યો હતો.આ એક દિવસીય તાલીમ સેમિનાર ના શુભારંભ પ્રસંગે પાટણ ના જાણીતા શિક્ષણવિદ ડો.મધુબેન દેસાઈ એ ખાસ ઉપસ્થિત રહી મહિલાઓને આત્મ નિભૅર બનાવવા દિવ્યાસ એકેડમીના કૃપા રાઠોડ અને દેવ્યાની રાજગોર દ્રારા કરાઈ રહેલ પ્રયાસો ને સરાહનીય લેખાવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.