સિધ્ધપુરમાં આધેડના ખિસ્સામાંથી 28,000 સેરવી લેનાર રીક્ષાચાલક ઝડપાયો

પાટણ
પાટણ

સિધ્ધપુર પોલીસ ટીમના માણસો શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે ખાનગી રાહે હકિકત મળેલ કે રીક્ષામાં બેઠેલા મુસાફરોના ખિસ્સામાંથી રોકડ રકમ કે કિંમતી સામાન ચોરી લેનાર રીક્ષાચાલક શહેરમાં ફરી રહ્યો છે જે આધારે ચોક્કસ તપાસ કરતા મળી આવેલા રીક્ષાચાલકની પૂછપરછ કરતા તેણે એક માસ પહેલાં મુસાફર તરીકે બેઠેલા આધેડના ખિસ્સામાંથી રૂા 28000ની ચોરી કરેલાની કબૂલાત કરી હતી.

સિધ્ધપુર પી.આઇ. જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં ફરી રહી હતી ત્યારે અહેકો વિજયસિંહ અને અપોકો અત્રીભાઇને ખાનગી રાહે હકિકત મળેલ કે રીક્ષામાં બેઠેલા મુસાફરોના ખિસ્સા હળવા કરતો ફરી રહ્યો આધારે ચોક્કસ હકિકત મેળવી મહેસાણાથી પાલનપુર તરફ જવા નીકળેલ રીક્ષાનંબર જીજે-18 બીયુ 5026 ના ચાલકને થોભાવી નામઠામ પૂછતાં દેવીપૂજક વિક્રમ બાલાભાઇ રહે. સરકારી વસાહત, હુડકો, તા.કલોલવાળો હોવાનું જણાવેલ તેની યુક્તિ-પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતાં ભાગી પડેલા આ શખ્સ એક મહિના અગાઉ એક ઉંમરલાયક વ્યક્તિને સિધ્ધપુર નવાગજંબજારથી રીક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી કુલ રૂા.28000 અન્ય બે ઇસમો સાથે મળી ચોરી કરી લીધા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.