પાટણ જિલ્લા સેવા સદન ખાતે સાંસદની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક સમીક્ષા કરાઈ

પાટણ
પાટણ

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ ભરતસિંહજી ડાભીનાં અધ્યક્ષસ્થાને આયોજીત આ મીટીંગમાં કેન્દ્ર અને રાજયસરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે સમીક્ષા કરવામાં આવી હતી.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણની ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ(દિશા) કમિટીની બેઠકનું આજરોજ જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવ્યું હતું. સાંસદ ભરતસિંહજી ડાભીના અધ્યક્ષસ્થાને મળેલી આજની આ બેઠકમાં પાટણ જિલ્લાની તમામ નગરપાલિકાની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી અને સાંસદ કામગીરીને લગતા મહત્વના સુચનો પણ કરવામાં આવ્યાં હતા. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગો દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવી તે સમીક્ષા કરવામાં આવી હતી. જે-તે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીને સાંસદ સમક્ષ કામગીરીની માહિતી રજૂ કરવામાં આવી હતી.બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેમ કે, સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.


તદઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ હસ્તકની વિવિધ યોજનાઓની નાણાકીય અને ભૌતિક કામગીરીની સમીક્ષા કરવામાં આવી. તેમજ અન્ય વિભાગો આઈ.સી.ડી.એસ, માર્ગ અને મકાન (સ્ટેટ) ની કામગીરી, તેમજ ઈ-ગ્રામ યોજના અંતર્ગત થયેલ કામગીરી, સર્વ શિક્ષા અભિયાન, ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ યોજનાઓ (કેન્દ્ર અને રાજ્ય સરકારની) અંતર્ગત થયેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રેઝન્ટેશનને જોઈને સાંસદશ્રી દ્વારા જરૂરી સુચનો પણ આપવામાં આવ્યા હતા. ખાસ કરીને પાટણ જિલ્લાના રોડ-રસ્તા અને સાફ-સફાઈને લઈને સુચનો સાંસદ દ્વારા આપવામાં આવ્યાં હતા.જિલ્લા સેવા સદન ખાતે સાંસદ ભરતસિંહજી ડાભીની અધ્યક્ષતામાં મળેલી આજની દિશા બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન, જીલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધીકારી ડી.એમ.સોલંકી તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.