સિધ્ધપુર પ્રાંત કચેરી ખાતે કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

પાટણ
પાટણ

સિધ્ધપુર પ્રાંત કચેરી ખાતે પાટણ જિલ્લામાં પડેલા વરસાદને ધ્યાને લઈ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં પડેલા વરસાદ, ડેમની સ્થિતિ, બચાવ કામગીરી, વીજ પુરવઠો સહિતની વિગતો મેળવી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લામાં સાફ-સફાઈના સાધનો, બચાવ કામગીરી માટેની સાધન સામગ્રી ઉપરાંત પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો સહિતની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ અંગે કેબિનેટમંત્રીએ તાગ મેળવ્યો હતો.

તદુપરાંત નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત આશ્રયસ્થાને સ્થળાંતર કરવાની કામગીરી, લોકોના જાનમાલ સાથે પશુધનના રક્ષણ માટે કરવામાં આવી રહેલી કામગીરી માટે પણ સતર્ક રહેવા માટે મંત્રી દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવીન્દ્ર પટેલ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.