બહુજન સમાજ પર થઈ રહેલા અત્યાચારોને લઈ સ્વયં સૈનિક દળ દ્વારા રેલી યોજી કલેકટરને આવેદનપત્ર અપાયું

પાટણ
પાટણ

ભારત દેશમાં બહુજન સમાજ પર વર્ષોથી અત્યાચારો થઈ રહ્યા છે.અને દિવસે ને દિવસે તેમાં વધારો થઈ રહ્યો છે. આટલા આટલા બનાવો બનવા છતાં સરકાર ગુનેગારો પર કોઈપણ પ્રકારના પગલાં ભરી નથી રહી. આ જોતાં એવું લાગી રહ્યું છે કે સરકાર ગુનેગારને છાવરી રહી છે અને ગુનેગાર સરકારના ઈશારે કામ કરતા હોય એવું લાગી રહ્યું છે.ત્યારે આ તમામ બાબતો ને ધ્યાનમાં રાખીને સરકાર કડક કાર્યવાહી હાથ ધરે તેવી માગ સાથે બુધવાર ના રોજ સ્વયમ્ સૈનિક દળ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ફ્લેગ માર્ચ, આવેદનપત્ર અને એક દિવસના ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પગલે પાટણ શહેરમાં પણ સ્વયમ્ સૈનિક દળ દ્રારા શહેરના બગવાડા દરવાજા ખાતે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે વિવિધ બેનરો સાથે ઉપસ્થિત રહી સુત્રોચ્ચાર કરી ડો. આંબેડકર ની પ્રતિમા ને માલ્યાપણૅ કરી રેલી સ્વરૂપે કલેકટર કચેરી ખાતે પહોચી આવેદનપત્ર સુપ્રત કરી કલેકટરને રજૂઆત કરી હતી. સ્વયં સૈનિક દળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને કાયદો વ્યવસ્થા જળવાઈ તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.