પાટણ નજીક ધાયણોજ ગામ પાસે બિન અધિકૃત યુરીયા ખાતરનો જથ્થો ઝડપાયો

પાટણ
પાટણ

પાટણ નજીક આવેલા ધાયણોજ ગામ પાસે દેવનંદન રીન્યુએબલ એનર્જી સોલાર પ્લાન્ટ આવેલો છે .તેના કમ્પાઉન્ડમાં ગતરોજ સબસીડી વાળા નિમકોટેડ યુરિયા ખાતર ના જથ્થાનો ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ થતો હોવાની મળેલ બાતમી આધારે પાટણ જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ અને પાટણ તાલુકા પોલીસની ટીમે રેડ કરી હતી અને ટ્રકમાં ભરવામાં આવી રહેલો યુરિયા ખાતરની 380 બેગો નો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા જથ્થા માં ક્રીભકો યુરિયા લખેલી 45 કિલોની 80 બેગ તેમજ ટેકનિકલ ગ્રેડ લખેલી 45 કિલો ની 300 બેગ મળી કુલ 380 બેગો અને આઇસર ટ્રકને પકડી પાડી હતી. ખાતર નો જથ્થો અને આઇસર ટ્રક પાટણ ના તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

પાટણ નજીક આવેલા ધાયણોજ ગામ નજીક સોલાર પ્લાન્ટના કમ્પાઉન્ડ માં આઇસર ટ્રકમાં ભરવામાં આવી રહેલો સબસીડી વાળો નીમકોટેડ યુરીયા ખાતરનો રૂ.101270 નો 17,100 કિલો જથ્થાનો 380 થેલી ઓનો જથ્થો પાટણ જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણની ટીમ અને તાલુકા પોલીસે સંયુક્ત રેડ કરી પકડી પાડતાં ખાતર ના કાળા બજારીયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો .પરંતુ ખાતરનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો છે તે જાણી.શકાયું નથી.

નાયબ ખેતી નિયામક વિસ્તરણ પાટણ જિલ્લાના એ.આર ગામીએ જણાવ્યું હતું કે ખેતીનાં ઉપયોગ માટે લેવાતા સબસીડાઇઝ નીમકોટેડ યુરિયા ખાતરના જથ્થાનો ઔદ્યોગિક હેતુ માટે અનઅધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવ્યો હોવાની આશંકા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.