સિદ્ધપુરના પુનાસણ ગામે GIDCબનાવવા માટે ગૌચરની જમીન ન ફાળવવા રજૂઆત કરવામાં આવી

પાટણ
પાટણ

સિદ્ધપુરના પુનાસણ ગામના ગ્રામજનોએ ગૌચર જમીનમાં જીઆઇડીસી ના બનાવવા માટે આજે કલેકટર કચેરી ખાતે ચીટનીશ ટુ કલેકટર આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના સરસ્વતી નદીના કીનારે આવેલ ગામ છે, જેનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી તથા પશુપાલન છે, અને અમારા ગામમાં મોટે ભાગે તમામ વર્ણ જ્ઞાતિજનો રહે છે અને પોતાના ખેતીલાયક વ્યવસાય કરે છે.તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પાટણ જિલ્લાના પુનાસણ ખાતે જી.આઈ.ડી.સી. કાર્યક્ષેત્ર નિભાવીત થવા પામેલ છે અને આના માટે અમારા ગામની મહામૂલી ગૌચર જમીનનો ઉપયોગ આ જી.આઇ.ડી.સી. બનાવવા માટે થવાનો છે. અમારું ગામએ પશુપાલન તથા ખેતીવાડી ઉપર નભતુ ગામ છે અને પુનાસણ ગામમાં અન્ય કોઈ બીજી જગ્યા ગોચર માટે નથી તથા જીવન નિર્વાહ કરતા પશુપાલકો તથા ખેતી વાડી સાથે સકળાયેલ ખેડૂતો ને આ જીઆઇ.ડી.સી. જો બનાવવામાં આવે તો ગંભર પરિણામોનો સામનો કરવો પડે તેમ છે.


આ જી.આઇ.ડી.સી. અમારા ગામ ખાતે બનાવવામાં આવે તો મોટા ઉદ્યોગ તથા રાસાયણિક કેમિકલ ફેક્ટરીઓ પોતાના ઉદ્યોગ-ધંધાઓ શરુ કરશે . જેનાથી અમારા પશુપાલન તથા ખેતીવાડી તથા ખેતીવાડીની જમીનની ખુબજ પરિણામ ભોગ બનવું પડશે તે જેનાથી અમારા ગામની પ્રજાને ભીતી સેવાઈ રહેલ છે. નામ. સુપ્રિમ કોર્ટના હુકમ મુજબ દરેક ગામ ગોયરની જર્મીન રહેવી જોઈએ જો અમારા ગામ ખાતે જી.આઈ. ડી.સી. કાર્યરત થાય તો ગામમાં ગૌચરની જમીન રહેશે નહીં અને જેનાથી ખુબજ નુકશાન થાય તેમ છે. અમારી આ અરજી ને આપી દ્વારા ગુજરાત સરકારમાં અમારા વર્તી ઘટતી કાર્યવાહી કરવા ભલામણ કરવા ખાસ વિનંતી છે.અમારી અરજીને અને આવેદનપત્રો જો સરકારી કોઈ યોગ્ય પ્રત્યુતર કે નિકાલ નહીં કરે તો ગામજનો આ જી.આઈ.ડી.સી. હટાવો ના નારા સાથે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવાની ફરજ પડશે. અંગે અમો સમગ્ર ગ્રામજનો જી.આઇ.ડી.સી. ના બને અને અમારી જમીન જળવાઈ રહે અને ગૌચરનીજમીન પણ જળવાઇ રહે તેવી અમો સમગ્ર ગ્રામજનો ની ખાસ નમ્ર વિનંતી સહ માંગણી છે.તેમ અવેદન પત્ર માં જણાવ્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.