સિધ્ધપુરના કુંવારા ગામે યુવકોની મારામારી માં ધનાવાડા ના આશાસ્પદ યુવાન નું મોત નિપજ્યું

પાટણ
પાટણ

હુમલો કરનાર ઇસમો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા

સિધ્ધપુર તાલુકાના કુવારા ગામે આવેલ ગણપતિ ચોકમાં મંદિર આગળ કેટલાક યુવકો વચ્ચે અંદરો અંદર મારામારી થતા ત્રણ યુવકોએ એક યુવક ઉપર હિચકારો હુમલો કરતાં તેને ગંભીર ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર માટે કુવારા પીએચસી ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબી હોય તેને વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ દ્વારા સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરતા સિધ્ધપુર સિવિલ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવની સિદ્ધપુર પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી હુમલો કરી ભાગી છૂટેલા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું કાકોશી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. વી.ચૌધરીએ જણાવ્યું હતુ.

આ બનાવની પોલીસ સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામના ગણપતિ મંદિર ચોક માં મંગળવારે ધનાવાડા ગામના કેટલાક યુવકો વચ્ચે અંદરો અંદર મારામારી થતા વાઘણાં ગામના રાહુલ કુમાર ધનસગજી દરબાર નામના યુવાન ઉપર કેટલાક યુવાનો એ છરી વડે હુમલો કરતાં યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.ઘટના ની જાણ લોકો ને થતા ગામ માં લોકો એકત્ર થતાં ઉમલાખોર ઈસમો ફરાર થઈ જવા પામ્યાં હતાં.

જ્યારે એકત્રિત થયેલા લોકોએ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે કુંવારા પીએચસી ખાતે  ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેની હાલત નાજુક ગણાતા ફરજ પરના તબીબે એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સિવિલ હોસ્પિટલના તબીબોએ યુવાનને મૃત જાહેર કરી પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

યુવકો વચ્ચે અંદરો અંદર થયેલી મારામારી માં આશાસ્પદ યુવાન નું મોત નીપજતા પોલીસે લાશનું પંચનામું કરી તેને પીએમ કરાવી પરિવારજનોને સોંપી હુમલો કરી ભાગી છુટેલા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું કાકોશી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.ચૌધરીએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.