પાટણમાં સોમીવાહિની ત્વરીત કાર્યબળ દ્વારા ફ્રૂટ પેટ્રોલિંગ કરાયું

પાટણ
પાટણ

કેન્દ્રીય પોલીસ ફોર્સ અંતર્ગત સોમીવાહિની ત્વરીત કાર્યબળના જવાનો દ્વારા પાટણ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિચય હેતુથી કવાયત યોજવામાં આવી હતી. સહાયક કમાન્ડન્ટ રવીકુમારના નેતૃત્વ હેઠળ અને ગોવિંદ પ્રસાદ ઉનિયાલ કમાન્ડન્ટ સોમીવાહીની ત્વરીતકાર્ય બળના માર્ગદર્શન હેઠળ આ પ્લાટુને પાટણ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા મોતિસા દરવાજા, રાજકાવાડો, લોટેશ્વર, રતનપોળ વિગેરે વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પ્લાટુન દ્વારા શહેરમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતું. નિયુકત પ્લાટુનનો મુખ્ય ઉદેશ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે વાર્તાલાપ કરવાનો અને જિલ્લાના સંવેદનશીલ,અતિસંવેદનશીલ વિસ્તારો વિશે માહિતી મેળવવાનો રહ્યો હતો.

આ ઉપરાંત વરિષ્ઠ નાગરીકો, સામાજીક કાર્યકરો અને મહાનુભાવો સાથે વાર્તાલાપ કરવાનો અને ભુતકાળમાં થયેલા રમખાણો અને અન્ય ઝડપી પર્વદતિઓ વિશે માહીતી મેળવવા માટે પરિચયની કવાયત હાથ ધરીને છેલ્લા કેટલાક વર્ષોમાં જે તે જીલ્લાની ભૌગોલીક સ્થિતી અને કાયદો વ્યવસ્થા વિશે મહત્વપૂર્ણ માહીતી એકત્રિત કરવી તેમજ વિસ્તારોમાં કટોકટીની સ્થિતી સાથે કોમી રમખાણો દરમ્યાન પરિસ્થિતીને નિયંત્રિત કરવામાં મદદરૂપ મુખ્ય સ્ત્રોતો શોધવા અને સ્થાનીક સત્તા સાથે સંકલન કરવા માટે, પરિચય કવાયત હાથ ધરવાનો ઉદેશ્ય રહ્યો હતો.મુખ્ય સામાન્ય લોકોમાં સુરક્ષા દળોની છબીને મજબુત કરવાનો તેમજ અસામાજીક તત્વોને સખત પડકાર આપીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સ્થાનીક પોલીસને મદદ કરવાનો પણ આ બટાલિયનના ફુટ પેટ્રોલીંગનો હેતુ રહ્યો હોવાનુ રવીકુમારે જણાવ્યું હતું. આ કેન્દ્રીય બટાલિયનમાં પુરુષો અને મહિલાઓ મળી 120 જેટલા જવાનો જોડાયા હતા જેમને પાટણ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.જે.પરમાર, પીએસઆઈ આર. ટી. બ્રહ્મભટ્ટ સાથે પોલીસ સ્ટાફ જોડાઈને પાટણ શહેરના વિવિધ વિસ્તારોનું પેટ્રોલીંગ કરાવાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.