પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું

પાટણ
પાટણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પાટણ સ્થાપિત રોકડ કમિટી અગેન્સ્ટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ દ્વારા મહિલા સન્માન દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય કક્ષાનો એક દિવસીય સેમિનાર કરવામાં આવ્યો હતો. જેમાં કાયદા વિભાગના વહીવટી મદદનીશ કૃપાબેન પંડ્યા દ્વારા પ્રાર્થનાથી શરૂઆત કરી યુનિવર્સિટી ગીત નું ગાન તથા દીપ પ્રાગટ્ય કરીને પ્રો. સંગીતા શર્મા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા સેમીનાર નો હેતુ વિશે માહિતી આપવામાં આવી હતી.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટર દ્વારા મુખ્ય ત્રણ શક્તિઓ માતૃશક્તિ માતૃભૂમિ શક્તિ તથા જગતજનની શક્તિ વિશે જણાવીને સ્વની ઓળખ ગુમાવી છે ત્યારે દમનનો ભોગ બનવું પડ્યું છે. તથા સ્વદેશી વસ્તુઓ અપનાવી ને પણ સ્વ ની ઓળખ બનાવવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ઈજ્જત બનાને સે બનતી હૈ જણાવીને સુંદર રીતે ટિપ્સ આપવામાં આવી કે મલ્ટીટા સ્કીન બુસ્ટ કરવું બીજાઓની સરખામણી છોડી દેવી પોતાની ટેલેન્ટ ની ઓળખો. તથા તકની સ્વીકારીને સમાજની ધારણાઓને બદલવી તથા સ્ટ્રોંગ વિલ પાવર અને કોન્ફિડન્સ અપ કરવાની વાત સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી .ત્યારબાદ સિનિયર એડવોકેટ અને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના મેમ્બર એવા જોસનાબેન નાથ દ્વારા બહુ ભાર પૂર્વક જણાવવામાં આવ્યું કે અવાજમાં તાકાત નહીં હોય તો કદર નહીં થાય ઇતિહાસનું વિચાર્યા વગર વર્તમાન અને ભવિષ્યને સશક્ત કરવાની વાત કરવામાં આવી તેઓએ જણાવ્યું કે, આધુનિકતાની આડમાં મહિલાઓએ પોતાનું સન્માન ઓછું કર્યું છે તથા મોહરું અને મોહતની શોર્ટ મુવી ની સ્ટોરી દ્વારા જણાવ્યું કે બાપડી બિચારી સ્ત્રીઓની કોઈ જ કિંમત નથી સ્ત્રીઓએ દબંગ હોવું જ જોઈએ. ત્યારબાદ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ રજીસ્ટર એવા ડો. પારુલ ત્રિવેદી દ્વારા ખૂબ જ સુંદર સરળ અને સચોટ અર્થ ધરાવતી એક કવિતા રજુ કરીને કહેવામાં આવ્યું કે, સમાજ કે સરકાર તો મહિલાઓના સન્માન માટે ઘણું કરે છે પરંતુ આપણે આપણા માટે શું કરીએ છીએ આપણો શું રોલ છે તથા સ્કીલ ડેવલપમેન્ટ કરી માઈન્ડ સેટ ચેન્જ કરવા પર તેઓએ બહાર મૂક્યો તેઓએ કહ્યું કે સ્ત્રી કે મર્દ નથી પણ મર્દને જન્મ આપનારી છે.ત્યારબાદ ગયા અઠવાડિયે યુનિવર્સિટીમાં કરવામાં આવેલ કસોટીમાં ઉત્તીર્ણ થયેલા બે વિદ્યાર્થીઓને જેન્ડર ચેમ્પિયન ની ટ્રોફી, બેઝ, તથા સર્ટિફિકેટ, એનાયત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું. જેમાં ફિમેલ ચેમ્પિયન તરીકે ‘અનીષા નાગોરી’ કાયદા અનુસ્નાતક વિભાગ તથા મેલ જેન્ડર ચેમ્પિયન તરીકેવીર શાહ બીબીએ વિભાગને પસંદ કરવામાં આવ્યા હતા. અંતે રોકડના સેક્રેટરી અને લીગલ એડવાઈઝર ડો. સ્મિતા વ્યાસ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. ડો. રિદ્ધિ અગ્રવાલ, નીપા ચૌહાણ, રૂપલ વ્યાસ, ડો. સપના પટેલ, દ્વારા જહેમત ઉઠાવીને સુંદર કામગીરી કરવામાં આવી. આ ઉપરાંત સંદીપ ચૌહાણ ડો. કવિતા ત્રિવેદી તથા ડો. લીલાબેન સ્વામીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અને કાર્યક્રમનું સંચાલન બી.બી.એ. ના વિદ્યાર્થી પ્રથમ ખત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એમબીએ વિભાગ ના હોલમાં કુલ 130 વિદ્યાર્થીઓની હાજરીમાં સુંદર રીતે કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.