![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/09-22.jpg)
પાટણમાં જુના ગીતોની સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો
પાટણમાં સુનહરે નગમો કા સુનહરા સફરના સદાબહાર ગીત સંગીતના કાર્યક્રમનું રોક ઓરકેસ્ટ્રા દ્વારા આયોજન કરાયું હતું. મહેશ પટેલ, શાકિબ શેખ, પૂજા રાણા અને આશ્લેષા પારેખ ટીમ દ્વારા યુનિવર્સિટી રંગ ભવન હોલ ખાતે યોજાયો હતો.
જેમાં કલાકારો દ્વારા લતાજી, મુકેશજી, ઔર રફી સાહેબ કે સુનહરે નગમો કા સુનહરા સફરના સદાબહાર ગીતો રેલાવી લોકોને જુના જમાનાની યાદ તાજી કરાવી હતી. આ કાર્યક્રમમાં ધારસભ્ય કિરીટ પટેલ સહિતના મનોજભાઇ કે. પટેલ, દિલીપકુમાર અમથાભાઇ પટેલ સહિતના સંગીત પ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.