પાટણ યુનિ.માં11થી 13ઓગષ્ટ સુધી મોકવિઝિટનું આયોજન કરાયું

પાટણ
પાટણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આગામી તા.23 થી 25 ઓગષ્ટના રોજ નેકની ટીમ યુનિવર્સિટીના સર્વાંગી મૂલ્યાંકન માટે સાત વર્ષ પછી આવી રહી છે. ત્યારે ટીમના આગમનને લઈ યુનિવર્સિટી દ્વારા નેકને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. નેકના જે નિયત માપદંડો કરવામાં આવેલા છે તે મુજબની તૈયારીઓને પણ પરિપૂર્ણ કરાઈ છે. જે સંદર્ભે યુનિ. દ્વારા તા.11થી 13 ઓગષ્ટના રોજ મોકવિઝીટનું આયોજન કરાયું છે. જેથી યુનિ.ના વિવિધ વિભાગોમાં તૈયારીઓનું મૂલ્યાંકન થશે.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2016 માં પૂર્વ કુલપતિ ર્ડા. રતનલાલ ગોદરાના સમયમાં નેકની ટીમે મૂલ્યાંકન કર્યું હતું, ત્યારે યુનિ.નું શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કરી 3.02 સીપીજી રેન્ક અને એ ગ્રેડ આપવામાં આવ્યો હતો ત્યારે આગામી તા.23 થી ત્રિદિવસીય નેકપીયર ટીમ યુનિ.નું સર્વાંગી મૂલ્યાંકન કરશે જેમાં અભ્યાસક્રમના 150 ગુણ, શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાની કામગીરીના 200 ગુણ, સંશોધન કાગીરીના 250 ,ભૌતિક સુવિધાઓના 100, છાત્રોની મદદ પ્રગતિ અને ગર્વનર્સ લીડરશીપ એન્ડ મેનેજમેન્ટના 100 ગુણ,જ્યારે બેસ્ટ પ્રેકટીસ એન્ડ ઈન્સ્ટીટ્યુટ વેલ્યુના 100 ગુણ પૈકી નેકની ટીમ મૂલ્યાંકનના આધારે ગ્રેડ નક્કી કરશે.નેક ટીમની મુલાકાત પહેલા યુનિ. ખાતે આગામી તા.11થી 13ઓગષ્ટના રોજ યુનિ.ના વિવિધ વિદ્યાશાળાઓમાં મોક રાઉન્ડ શરૂ થતા હોઈ તમામ ડિપાર્ટમેન્ટ અને ભવનોમાં આ ત્રણ દિવસનો સમય સવારે 8 થી 6.30સુધીનો રહેશે આ ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિભાગોમાં મૂલ્યાંકન કાર્ય થશે. તમામ ડિપાર્ટમેન્ટમાં ટાઈમ ટેબલ અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે તેમ યુનિવર્સિટીના રજિસ્ટાર ડૉ.કે.કે.પટેલે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.