પાટણ જિલ્લાના સમીના અદગામે ખેતરના શેઢા બાબતે થયેલા ઝગડામાં ધક્કો વાગતા આધેડનું પડી જતા મોત

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના સમી તાલુકાનાં અદગામે મંગળવારના રોજ ખેતરના સેઢા બાબતે બે પરિવારના સભ્યો વચ્ચે થયેલી બોલાચાલી બાદ એક પરિવારના આધેડનું ધક્કો વાગવાના કારણે પડી જતા મોત થયું હતું. જેથી અદગામના લક્ષ્મણભાઇ સુડાભાઇ વણકર અને ભીખાભાઇ સુંડાભાઇ વણકર સામે સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.આ બાબતે જીવાભાઈએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ સાંજના આશરે ચારેક વાગ્યાના સુમારે મોટાભાઇ નોધાભાઇનો દિકરો ભરત ભાઇ પોતાના ખલીયું નામથી ઓળખાતા ખેતરે એરડાનું વાવેતર કરેલ હોઇ જે જોવા સારુ ગયેલ હોઇ અને તે વખતે બાજુમાં અમારા ગામના વણકર ભીખાભાઈ સુડાભાઇ તથા વણકર લક્ષ્મણભાઇ સુડાભાઇના ઓનુ પોતાનું ખેતર આવેલ હોઇ જે ખેતરમાં ટ્રેકટર લઇ ખેડ કરવા આવેલ હતા અને જેઓએ મારા ભાઇના ખેતરનો શેઢો ખેડી નાખેલ જેથી ભરત ભાઇએ તેઓને ઠપકો આપવા જતા બન્ને જણા વચ્ચે બોલાચાલી થયેલ અને ત્યારબાદ આ ભરતભાઇ પોતાના ઘરે આવી ગયેલ અને ઘરે આવી મને તથા મારાભાઈ નોંધાભાઈને આ બાબતે વાત કરી હતી.ગત સવારના આશરે આઠેક વાગ્યાના સુમારે હું મારા ઘરની બહાર ઉભેલ હતો અને મારા મોટાભાઇ નોધાભાઇ અમારા ગામના વણકર લક્ષ્મણભાઇ સુડાભાઇના ઘરે આ બાબતે ઠપકો આપવા ગયેલ અને વાત કરતા તે લોકો એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મારા ભાઇ સાથે ઝપાઝપી કરી ઝગડો કરવા લાગેલા જેથી જીવાભાઈ તથા મારા મોટા ભાઇ નોધાભાઇનો દિકરો નરસિંહભાઇ તથા ઠાકોર પ્રભુભાઇ મોહનભાઇનાઓ દોડીને ત્યા ગયેલ અને તે વખતે આ વણકર લક્ષ્મણભાઇ ચુડાભાઇ તથા વણકર ભીખાભાઇ ચુડાભાઇ બન્ને જણાઓ મારા ભાઇને ધક્કો મારી નિચે પાડી દીધેલા જેથી અમોએ વચ્ચે પડી મારાભાઇને છોડવેલા અને આ મારાભાઇ બેભાન થઇ ગયેલ હોઇ જેથી રાજેશભાઇ એ 108 ને ફોન કરી બોલાવેલ પરંતુ 108 વાન આવતા વાર લાગે તેમ હોઇ અમો મારાભાઇને અમારી ગાડીમાં લઇ સારવાર અર્થે રાધનપુર જવા નીકળેલ તે વખતે રસ્તામાં રાધનપુર નજીક 108 ગાડી સામે મળતા 108 માં મારા ભાઇને રાધનપુર સરકારી દવાખાને લઇ ગયેલ અને જ્યાં ફરજ ઉપરના ડોકટરે મારા ભાઇની પ્રાથમીક તપાસ કરી મરણ જાહેર કર્યા હતા. ડોકટર મારા મોટાભાઇ નોંધાભાઇની લાશનુ પેનલ થી પી.એમ કરી લાશ પોલીસને સોપતા પોલીસ પાસેથી લાશ લઈ મારા ભાઇનું અંતીમવિધી હતી સમી પોલીસ સ્ટેશન માં અદગામ ના લક્ષ્મણભાઇ સુડાભાઇ વણકર અને ભીખાભાઇ સુંડાભાઇ વણકર સામે ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.