પાટણ જિલ્લા સેવા સદન ખાતે ફાઇનાન્સ ટ્રેક સિટીઝન એન્ગેજમેન્ટ અંતર્ગત બેઠક મળી યોજાઈ

પાટણ
પાટણ

આજરોજ જિલ્લા સેવા સદન ખાતે વિવિધ બેંકના બ્રાંચ મેનેજર્સની સાથે તેઓએ ફાઇનાન્સ ટ્રેક સિટીઝન એન્ગેજમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત કરેલી કામગીરીની સમીક્ષા બેઠક મળી હતી.જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં આયોજીત બેઠકમાં તમામ બેંકના બ્રાંચ મેનેજર્સ પાસેથી તેઓએ G-20 અંતર્ગત ફાઇનાન્સ ટ્રેક સિટીઝન એન્ગેજમેન્ટ પ્રોગ્રામ હેઠળ શું કામગીરી કરી તેની વિગતો લેવામાં આવી હતી. જિલ્લા નિવાસી કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડે વિવિધ મેનેજર્સને કેટલાક જરૂરી સુચનો પણ કર્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા હાલમાં G-20 અંતર્ગત ફાઇનાન્સ ટ્રેક સિટીઝન એન્ગેજમેન્ટ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત તા. 21.06.2023 થી તા.20.07.2023 સુધી દરેક જિલ્લાના વિવિધ ગામડાઓમાં જઈને કેમ્પ કરીને ગ્રામવાસીઓને બેંકને લગતી સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પાટણ જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના 542 ગામડાઓમાં તા.09.07.2023 સુધી કુલ 149 કેમ્પ બેંક દ્વારા કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તા.20.07.2023 સુધીમાં બાકીના ગામડાઓમાં કેમ્પ કરવામાં આવશે. આજની સમીક્ષા બેઠકમાં જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડની સાથે બેંક ઓફ બરોડા લિડ ડિસ્ટ્રીક્ટ મેનેજર કે.એ.ગહલોત તેમજ વિવિધ બેંકના બ્રાંચ મેનેજર્સ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.