આગામી લોકસભાની ચૂંટણીના ભાગરૂપે ભાજપ કાર્યાલયે બેઠક યોજાઇ

પાટણ
પાટણ

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે.ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેઠકોના દોર શરૂ કરવામાં આવ્યા છે.પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વના આદેશ અનુસાર વિવિધ જવાબદારીઓ સોપવામાં આવી છે. સાથે સાથે લોકસભાની ચૂંટણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવી છે.જેના ભાગરૂપે ગુરૂવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોરના અધ્યક્ષસ્થાને લોકસભાની મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું. જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના આદેશ અનુસાર આગામી લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાત ની 26 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 5 લાખ કરતા પણ વધારે મત થી વિજય મેળવે તે માટે તમામ હોદેદારો અને કાર્યકરોએ કમર કસવાની છે.

ત્યારે પાટણ લોકસભામાં પણ 5 લાખ મત થી ભારતીય જનતા પાર્ટી વિજય મેળવે તે માટે આગામી સમયમાં મોરચાની સંયુક્ત બેઠક,મંડળ બેઠક,રાષ્ટ્રીય મતદાતા દિવસ,ગાંવ ચલો અભિયાન,અને લાભાર્થી સંપર્ક આ તમામ કાર્યક્રમનું આયોજન કરવામાઆવશે તેવું તેમણે જણાવ્યું હતું.આ બેઠકમાં પાટણ જિલ્લા પ્રભારી જગદીશભાઈ પટેલ,પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશી,પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પ્રદેશમંત્રી જયશ્રીબેન દેસાઈ,જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ,સુરજગીરી ગોસ્વામી, જિલ્લાપંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત અપેક્ષિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.