પાટણના મેલડી માતાજીના મંદિર પરિસરમાં પાટણ વિધાનસભાની બેઠક યોજાઈ

પાટણ
પાટણ

પાટણ સરસ્વતી નદી કિનારે આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે રવિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ વિધાનસભાની ટિફિન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા ભાજપના આગેવાનો એ આગામી લોકસભાની ચૂંટણી ને અનુલક્ષીને આવનાર સમયમાં યોજાનાર ચૂટણીલક્ષી વિવિધ કાર્યક્રમો અને સંપર્ક અભિયાન અંતર્ગત વિસ્તૃત માગૅદશૅન પુરૂ પાડી ચર્ચાઓ કરવામાં આવી હતી.મેલડી માતાના સ્થાનક એ આયોજિત કરાયેલ આ ટિફિન બેઠક કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર,મહિલા આયોગના પૂર્વ સદસ્યા ડો.રાજુલ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, સ્નેહલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.