પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે પૂર્વ સાંસદના અધ્યક્ષ પદે OBCઅનામત સમિતિ ની બેઠક યોજાઈ

પાટણ
પાટણ

પાટણ ના નવા સર્કિટ હાઉસ ખાતે ઓબીસી અનામત બચાઓ સમિતિ દ્વારા આગામી કાર્યક્રમો ની તૈયારીના ભાગરૂપે આજરોજ પાટણના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરના અધ્યક્ષ પદે મહત્વની બેઠક યોજવામાં આવી હતી.જે બેઠકમાં ગુજરાત પ્રદેશ કોગ્રેસ ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સાહિત મોટી સંખ્યામાં OBC સમાજના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં આગામી તા. 14 મીએ ઓબીસી સમાજની ચાર જેટલી માગો સાથે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમા ધરણા કરવાના કાયૅક્રમ ની રૂપરેખા ઘડવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં OBC અનામત ખતમ કરવાનું કાવતરું ભારતીય જનતા પાર્ટી કરીને બેઠી છે. 7000 કરતા વધારે પંચાયતમાં ચૂંટણી, બે જિલ્લા પંચાયત, 20 તાલુકા પંચાયત અને 70 કરતા વધારે નગરપાલિકાઓમાં OBCઅનામત પર ચૂંટણીઓ લડતાઆગેવાનોને લોકશાહીમાં ચૂંટણી લડવાના અધિકારો ભારતીય જનતા પાર્ટી છીનવી રહી છે.જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે,વસ્તી આધારિત જણ ગણના ગુજરાતમાં થાય, સહકારી સંસ્થાઓમાં OBCનું નેતૃત્વ પ્રભુત્ત્વ જળવાઈ, 27 ટકા અનામત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં આપવામાં આવે, 52 ટકા OBCની વસ્તીને અત્યારે જે ફંડ ભાજપ સરકાર ફાળવે છે, બજેટમાં એ બક્ષી પંચના એક વ્યક્તિને 50 પૈસા ભાગે આવે છે. ત્યારે 27 ટકા અનામત મળતી હોય અને અમે માગણી કરતા હોઈએ ત્યારે ગુજરાતનું જે બજેટ છે એ બજેટમાં 27 ટકા નાણાંની ફાળવણી ગુજરાતના OBC સમાજના લોકો માટે થાય એ ચાર માંગો માટે ગુજરાતમાં તા.14મી એ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સવારે 10 કલાકે ધરણા કરવાનો કાર્યક્રમ આપ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.ભાજપ પર આક્ષેપ કરીને જગદીશ ઠાકોરે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની વિચાર ધારા OBCને ખતમ કરવાની છે. SC, ST અને લઘુમતી સમજોને ખતમ કરવાની નીતિ છે, ભાજપે OBC ને દારૂ આપ્યો,જુગાર આપ્યો, ડ્રગ્સ આપ્યું, ખેડૂત માંથી ખેત મજૂર બનાવ્યા અને તાલુકામાં જ્યાં જાય આપડી વસ્તી છે ત્યાં આરોગ્ય કેન્દ્ર બનાવ્યા પણશ ત્યાં તાળું છે.ડોક્ટર નથી,સ્ટાફ નથી,વ્યવસ્થા નથી પુછીએ તો કહે આ ક્યાં બીમાર પડે છે.ભાજપ ના રાજ માં દારૂ, ડ્રગ્સ, જુગાર ની બદી બેફામ ફેલાઈ છે. OBC સમાજના યુવાનોનું ભવિષ્ય ખતમ કરવાનું કાવતરું ભાજપ કરી રહી છે. આ તમામ મુદ્દાઓ લઇ બિન રાજકીય રીતે OBC અનામત બચાવો અને જે હક અને અધિકાર આપ્યા છે એની લડતના મંડાણ કરવા માટે પાટણ ખાતે OBC અનામત બચાવો ની જિલ્લાની બેઠક યોજાઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.