પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેરની બેઠક યોજાઈ

પાટણ
પાટણ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેરની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિદ્યાર્થી કલ્યાણ અને ઘડતરલક્ષી પ્રવૃત્તિ સહિત આગામી સમયમાં યોજાનાર આંતર કોલેજ યુવા મહોત્સવ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વધુમાં આ બેઠકમાં બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેરનું રૂપિયા 1.51 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું.પાટણ યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે વિદ્યાર્થી કલ્યાણ અને ઘડતરલક્ષી પ્રવૃત્તિને વેગ મળે તે માટે બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલફેરની બેઠક કુલપતિ ડો.રોહિત દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. બેઠકની શરુઆતમાં સભાની કાર્યનોંધને વંચાણે લઇ મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ એજન્ડા પરના ચાર જેટલા કામો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થી કલ્યાણ અને ઘડતરલક્ષી પ્રવૃત્તિઓ અંતર્ગત ત્રિદિવસીય શીબીર માટે મળેલી કોલેજોની દરખાસ્તોને મંજૂર કરવામાં આવી હતી. તેમજ નવા શૈક્ષણિક વર્ષમાં યોજાનાર પ્રવૃત્તિઓના આયોજન અંગે વિભાગોને સૂચનાઓ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.