ગુજરાત રેડ ક્રોસ અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે મીડિયા હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો
૨૩ મીડિયા કર્મીઓએ પોતાના આરોગ્યની કરાવી તપાસ: ગુજરાત સરકાર અને રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે વિના મૂલ્ય હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન ગુરૂવારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં પત્રકારો અને જિલ્લા માહિતી ખાતાના સ્ટાફ દ્વારા સઘનઆરોગ્ય તપાસ કરાવી હતી.
આ કેમ્પમાં પાટણના ૨૩ પત્રકારમિત્રો સાથે માહિતી ખાતાના સ્ટાફે ભાગ લઇ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. આ અવસરે રેડક્રોસના ચેરમેને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ સમગ્ર ગુજરાતમાં રાખવામાં આવેલ છે તેના ભાગરૂપે ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી પાટણ દ્વારા પણ પાટણ જિલ્લાના અને આસપાસના પત્રકાર મિત્રો માટે આ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્લડ ટેસ્ટ રાજ્ય સરકારના સહયોગથી કરવામાં આવેલ છે. ઉપરાંત રેડ વિવિધ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જેમાં એમ્યુલન્સ, બ્લડ બેંક જેનો ગરીબ દર્દીઓને રાહતદરે સેવા આપવામાં આવી રહી છે.
Tags Gujarat health initiative media