સિધ્ધપુર ના પરણીત યુવાને પોતે અપરણિત હોવાનું જણાવી અન્ય રાજયની યુવતીને ઈન્સ્ટાગ્રામ પરથી પ્રેમજાળમાં ફસાવી પ્રેગ્નન્ટ બનાવી

પાટણ
પાટણ

યુવતીને યુવકની સાચી હકીકત જણાતા તેણે યુવક સામે ફરિયાદ નોંધાવી: સિધ્ધપુર શહેરનાં એક યુવાને પોતે અપરિણીત હોવાનું જણાવીને ઇન્સટ્રાગ્રામ અને સોશિયલ મીડિયા પર અન્ય રાજ્યની એક યુવતી સાથે પરિચયમાં આવી તેની સાથે લગ્ન કરીને તેને પોતાનાં ત્યાં રાખી હતી. તે દરમ્યાન યુવતીને જાણ થઈ કે આ યુવાનતો પહેલેથી પરણેલો છે. ત્યારે તેનો ભાઇ આવીને તેને પોતાનાં વતન લઇ ગયા બાદ તે ગર્ભવતી થઇ હોવાનું જણાતાં યુવતીએ પોતાની સાથે સિધ્ધપુરનાં યુવાને ખોટી જાણકારી આપીને લગ્ન કરી દુષ્કર્મ કરીને તેને ગર્ભવતી બનાવી હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ સિધ્ધપુર પોલીસ મથકે નોધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની વિગતો એવી છે કે, અન્ય રાજ્યની એક યુવતી અને સિધ્ધપુરનાં એક યુવાન તા.21- 6-23 થી 28/5/24 દરમ્યાન યુવાન વચ્ચે સોશિયલ મીડિયા પર સંપર્ક થતાં યુવાને યુવતીને પોતાનાં લગ્ન થયા હોવાનું અને છુટાછેડા લીધેલા હોવાનું જણાવીને યુવાને યુવતીનાં રાજ્યમાં જઈને એક મંદિરમાં લગ્ન કરીને યુવતીને તે પોતાનાં ઘેર લાવીને બે મહિના સુધી એક મકાનમાં રાખી હતી.

અહીં યુવતીને જાણવા મળ્યું હતું કે, એક મહિલા યુવાનના ત્યાં અવર જવર કરે છે અને તે યુવાનની પત્નિ હોવાથી તે તેની સાથે રહેતો હોવાનું જણાતાં તેણે તેનાં ભાઈને જાણ કરતાં તે તેને આવીને લઈ ગયો હતો. આ દરમ્યાન યુવતીને ગર્ભ રહ્યો હોવાથી તેણે યુવાન સામે પોતાનાં વતનનાં રાજ્યમાં ફરીયાદ નોધાવતાં ત્યાં ‘ઝીરો’ નંબરથી ફરીયાદ દાખલ કર્યા બાદ આ બનાવ સિધ્ધપુર પોલીસ સ્ટેશનની હદનો બનતો હોવાથી અહીં ગુનો નોંધી આગળની કાર્યવાહી સિધ્ધપુર પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.