![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/09/11-4.jpg)
રાધનપુર ,સાંતલપુર, સમી તાલુકાનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો
પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે રાધનપુર,સાંતલપુર, સમી તાલુકાનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ઠાકોર સમાજ કર્મચારી મંડળ અને ઠાકોર સેના દ્વારા આયોજિત વિદ્યાર્થીનાં સન્માન સમારોહ માં રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઠાકોર સમાજ માં 170 તેજસ્વી તારલા સહિત કર્મચારીઓ નું ભવ્ય સન્માન કરવામાં આવ્યુ હતું.સમી તાલુકાના વરાણા ખોડીયાર માતાજીનાં પરિસરમા ત્રણે તાલુકાના સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેજસ્વી તારલાઓ નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં ૧૭૦ તેજસ્વી તારલાઓ તેમજ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.રાધનપુર સદારામ બ્લડ સેવા સમિતિ મા સેવા આપતા અને તાજેતરમાં બિહાર ખાતે ગયા શહેર માં ભગતસિંહ નાં ભત્રીજા નાં હાથે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો એવા રાધનપુરના સેવાભાવી યુવાન શૈલેષજી ભાવાજી ઠાકોર નું સન્માન રાજ્ય સભાના સાંસદ નટુજી હાલાજી તથા કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહ દરમિયાન તેજસ્વી તારલાઓને બેગ, ચોપડા, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માન સમારોહ કાર્યક્રમ માં ઊપસ્થિત મહેમાનો માં રાધનપુર સાંતલપુર સમી તાલુકાના ઠાકોર સમાજના કર્મચારીઓ મંડળ તથા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં પૂર્વ રાજ્ય સભા સંસદ નટુજી ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, રાધનપુર ધારાસભ્ય ઠાકોર, તથા સદારામ કેરિયર એકેડેમી લાઇબ્રેરી રાધનપુર યજમાન વઢિયાર ક્ષત્રિય શુંઠાકોર કર્મચારી મંડળ તેમજ તમામ રાજકીય મહાનુભાવો ઉપસ્થિતિમાં સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.