પાટણ શહેરનાં ખેજડાની પોળ સોનીવાડા વિસ્તારમાં જજૅરિત મકાન ધરાશયી

પાટણ
પાટણ

પાટણ શહેરનાં મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારમાં અનેક મકાનો જજૅરિત હાલતમાં પડવાના વાંકે ઉભા છે, તો ચોમાસાની ઋતુમાં આવા કેટલાય મકાનો વરસાદી પાણીના કારણે ભેજવાળા બનીને ધરાશાયી બનતા હોય છે.

પાટણ નગરપાલિકા દ્વારા દર ચોમાસા પૂર્વે શહેરના મહોલ્લા,પોળો અને સોસાયટી વિસ્તારનાં જજૅરિત બનેલા મકાનોનાં માલિકોને ફક્ત ને ફક્ત નોટિસની બજવણી કરી સંતોષ વ્યક્ત કરતી હોવાના કારણે આવા જજૅરિત મકાનો ચોમાસામાં ધરાશાયી થતાં હોવાનાં કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવી રહ્યા છે.

શનિવારે રાત્રે શહેરના ખેજડાની પોળ, સોનીવાડા ખાતે એક જજૅરિત મકાન અચાનક ધરાશાયી થતાં અફડા તફડી મચી જવા પામી હતી. જોકે, આ જજૅરિત મકાન ધરાશયી બન્યું ત્યારે આજુબાજુમાં કોઈ હાજર ન હોય જાનહાનિ ટળતા આજુબાજુના લોકોએ હાસકારો અનુભવ્યો હતો.

બનાવની જાણ આ વિસ્તારના કોર્પોરેટર અને શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટીયાને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ રહિશોની ખબર અંતર પૂછ્યા હતા. પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ચોમાસા પૂર્વે જજૅરિત બનેલા મકાનોનાં માલિકોને નોટિસની બજવણી કયૉ બાદ સંતોષ વ્યક્ત કરવાની જગ્યાએ જજૅરિત મકાન માલિકો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.