પાટણ સિવિલ હોસ્પિટલ ખાતેથી વન લાઈફ વન લીવર થીમ અંતર્ગત હિપેટાઇટિસ જનજાગૃતિ રેલી યોજાઈ
પાટણ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે થી વન લાઈફ વન લીવર” થીમ અંતર્ગત વિશ્વ હિપેટાઇટિસ વિશે જનજાગૃતિ ફેલાવવા રેલી યોજાઈ હતી જેને જિલ્લા આરોગ્ય અધિકારીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરવી હતી જન જાગૃતિ રેલી શહેર ના માર્ગો ફરી હતી. વિશ્વ હિપેટાઇટિસ દિવસ દર વર્ષે આજ રોજ ઉજવાય છે. હિપેટાઇટિસ વિશે જાગૃતિ ફેલાવવા અને લોકોને હેપેટાઇટિસના વહેલા નિદાન, નિવારણ અને સારવાર માટે પ્રોત્સાહિત કરવા માટે વિશ્વ હિપેટાઇટિસ દિવસ મનાવવામાં આવે છે. હિપેટાઇટિસ એ ચેપી રોગ છે, જે હેપેટાઇટિસ A, B, C, D અને E તરીકે ઓળખાય છે. હેપેટાઇટિસ એક ચેપી રોગ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે માત્ર સ્પર્શ કરવાથી ફેલાય છે. તેથી જ જ્યારે પરિવારના કોઈ સભ્યને આ રોગ હોય ત્યારે તેને સંપૂર્ણપણે અલગ રાખવાની સાથે સાથે પરિવારના અન્ય સભ્યોને ચેપથી મુક્ત રાખવા માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. જેને લઈ પાટણ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે થી વન લાઈફ વન લીવર” થીમ અંતર્ગત હિપેટાઇટિસ વિશે જાગૃતિ ફેલાવવા અને લોકોને હેપેટાઇટિસના વહેલા નિદાન, નિવારણ અને સારવાર માટે પ્રોત્સાહિત કરવા માટે જન જાગૃતિ રેલી યોજાઈ હતી.
હેપેટાઇટિસના જન જાગૃતિ રેલી ને જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી.જે શહેર ની સિવિલ હોસ્પિટલ માંથી પ્રસ્થાન થઈ બગવાડા રેલવે સ્ટેશનરોડ થઈ પરત સિવિલ હોસ્પિટલમાં સંપન્ન થઈ હતી જેમાં ફિમેલ હેલ્થ, આશા બહેનો સહિત સિવિલ સ્ટાફ જોડાયો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી , તાલુકા આરોગ્ય અધિકારી સહિત સિવિલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતા.