પાટણમાં યુનિવર્સિટીની અડધો કિમી લાંબી તિરંગા યાત્રા નીકળી

પાટણ
પાટણ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા 12 ઓગસ્ટના રોજ સંલગ્ન પાંચ જિલ્લામાં જિલ્લા મથકો ઉપર આવેલી કોલેજમાં રન ફોર તિરંગા કાર્યક્રમનું સવારે 9:00 કલાકે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે તે જિલ્લાની કોલેજમાં વિદ્યાર્થીઓ એકત્ર થઈ હાથમાં તિરંગા સાથે 2 કિમીના રૂટમાં રન ફોર તિરંગા યાત્રાનું આયોજન કર્યુ હતું. જે અંતર્ગત પાટણ જિલ્લાનો રન ફોર તિરંગા કાર્યક્રમ શહેરની પીકે કોટાવાળા કોલેજ કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લાભરની કોલેજોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા યાત્રાને યુનિવર્સિટીના કુલપતિ જે.જે. વોરા, ઈસી સભ્ય શૈલેષ પટેલ, કોલેજના આચાર્ય લલિત પટેલ , શારીરિક નિયામક ડૉ. ચીરાગ પટેલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા કેમ્પસમાંથી નીકળી કૉલેજ રોડથી યુનિવર્સિટી રોડ થઈ રેલવે સ્ટેશન થઈ બગવાડા દરવાજા થી પરત આદર્શ હાઇસ્કુલ રોડ થઈ કોલેજ કેમ્પસ ખાતે પરત આવી સંપન્ન થઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.