શિક્ષણ ધામ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે શસ્ત્રો સાથેની જૂથ અથડામણ સજૉઈ
બનાવને પગલે યુનિવર્સિટી કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાયું
પોલીસે તિક્ષ્ણ હથિયારો સાથે કેટલાકની અટકાયત કરી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા
ધટનાને એબીવીપી અને એનએસયુઆઈ એ વખોડી યુનિવર્સિટી ને અસામાજિક તત્વો નો અડ્ડો બનતા રોકવા કુલપતિ ને રજુઆત કરાશે
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં શુક્રવારે બે વિધાર્થી જુથો વચ્ચે તિક્ષ્ણ હથીયારો સહિત ની છુટા હાથની મારામારી થતા પોલીસ કાફલો યુનિવર્સિટી કેમ્પસમાં દોડી આવ્યો હતો અને શિક્ષણ ના ધામમાં ધમાલ મચાવનારા બન્ને વિધાર્થી જુથો ના કેટલાક લોકો ની અટકાયત કરી ઈજાગ્રસ્ત બનેલાઓને સારવાર અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
તો યુનિવર્સિટી કેમ્પસમાં બે વિધાર્થી જુથો વચ્ચે સજૉયેલ મારા મારીની ધટના મામલે ચકચાર મચી જવા પામી હતી સામાન્ય બાબતે ને લઇ બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. યુનિવર્સિટી કેમ્પસમાં થેયલી માથાકૂટમાં એક વિદ્યાર્થીના હાથના ભાગે છરી વાગતા તેને સારવાર માટે ખસેડાયો છે. ઘટનાના પગલે દોડી આવેલી પોલીસે કેટલાક વિદ્યાર્થીઓને અટકમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળ પરથી છરી, અને લોખંડના અન્ય તિક્ષણ હથિયાર પણ કબજે કર્યા હતા. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પાટણ શહેરની એક કોલેજમાં ધક્કામૂકી મામલે ઝઘડો ચાલુ થયા બાદ શુક્રવારે બપોરના સમયે ટીબી ત્રણ રસ્તા નજીક ચા પાણી કરી રહેલા બે કોલેજિયન યુવકો ઉપર 15 થી 18 લોકોના ટોળા દ્વારા આવી ને હુમલો કર્યો હતો. જેમા એક યુવકને હાથના ભાગે છરીના બે ઘા વાગ્યા હતા.
આ બંને વિદ્યાર્થીઓ બચવા માટે દોડધામ કરીને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં દોડી આવ્યા હતા તેમની પાછળ પાછળ 8 થી 10 યુવાનો બાઈક ઉપર સવાર થઈને પીછો કરીને આવ્યા હતા. વહીવટી ભવન નજીક પહોંચતા બંને વિદ્યાર્થીઓને પકડી યુવકોના ટોળાઓએ ફરીથી હુમલો કર્યો હતો. તો ઘટનાના પગલે આસપાસના વિદ્યાર્થીઓએ તેઓને છોડાવ્યા હતા. તેમજ ઈજાઓ પહોંચેલ વિધાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા અને ઘટનાના પગલે પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. હુમલો કરનાર યુવકોના ટોળા પૈકી ત્રણથી ચાર યુવકોએ અન્ય વિદ્યાર્થીઓને પકડી રાખ્યા હતા જેને પોલીસે આવીને પકડી હથિયાર સાથે પોલીસ મથકે લઈ જઈને વધુ તપાસ હાથ ધરી હતી.
યુનિવર્સિટી કેમ્પસમાં બનેલ આ બનાવને પગલે યુનિવર્સિટી કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. તો ધટના ને વિધાર્થી સંગઠન એબીવીપી અને એનએસયુઆઈ દ્રારા શખ્ત શબ્દો વખોડી યુનિવર્સિટી ને અસામાજિક તત્વો નો અડ્ડો બનતી રોકવા કુલપતિ ને રજુઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
Tags A group campus students University