પાટણમાં કોલેજ આવેલી યુવતી પર મંગેતરે જીવલેણ હુમલો કર્યો

પાટણ
પાટણ

પાટણ શહેર કયારેય ના બની હોય તેવી એક ઘટના બની છે. કોલેજમાં આવતી એક યુવતીને તેના જ મંગેતરે જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં યુવતી ગંભીર રીતે ઘવાતા હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. આ અંગે યુવતીના દાદાએ પાઠણ એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીનાં મંગેતર તથા અન્ય બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના એક ગામની યુવતી પાટણની બી.ડી. સાર્વજનિક કોલેજમાં બી.એસ.સી.નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. આ યુવતી તા. 22-9-22નાં રોજ પાટણ ખાતે પરીક્ષા આપવા માટે કોલેજ ખાતે ગઇ હતી. અને તેનાં દાદા પાટણનાં માર્કેટયાર્ડમાં ગયા હતા. ત્યારે તેના ગામનાં વ્યક્તિએ તેમને ફોન કરીને યુવતી પાટણની બી.ડી. હાઇસ્કુલ આગળ કોઇ માથાકુટ થતાં વાગ્યું છે તેવી જાણ કરતાં દાદા કોલેજ ગયા હતા અને પુછપરછ કરતાં તેમને જણાવા મળ્યું કે, કોઇક છોકરાઓએ બાઇકથી ટક્કર મારતાં યુવતીને ઇજાઓ થતાં કોલેજનો સ્ટાફ પાટણની જનતા હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા છે. દાદા હોસ્પિટલ આવીને પુછતા યુવતીએ હકીકત જણાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.