સિધ્ધપુરના અફીણ ગેટ પાસે પાર્ક કરેલી ગેસ કીટ આધારિત ગાડી માં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી

પાટણ
પાટણ

બનાવના પગલે ભરચક વિસ્તારમાં અફરા તફરી મચી: સિદ્ધપુર ફાયર ફાઇટરે ધટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

પાટણના સિધ્ધપુર શહેરમાં આવેલ અફીણ ગેટ પાસે બુધવારે અગમ્ય કારણોસર ગેસ કીટ આધારિત ગાડીમાં આગ ભભૂકી ઊઠતા અફડાતફડી મચી જવા પામી હતી તો બનાવની જાણ ફાયર વિભાગ ને કરાતાં તેઓએ ધટના સ્થળે દોડી આવી પાણી નો મારો ચલાવી ગાડીમાં લાગેલી આગને ઓલવતા અને કોઈ જાનહાની ન સજૉતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આ આગમાં ગાડી બળીને ભસ્મિભૂત બનતાં ગાડી માલિક ને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

આ બનાવની મળતી માહિતી મુજબ સિધ્ધપુર શહેરના અફીણ ગેટ વિસ્તારમાં પાકૅ કરેલી ગેસ કીટ આધારિત ગાડીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠતાભીડ ભાડ વાળા વિસ્તારમા અફડાતફડી મચી જવા પામી હતી તો બનાવની જાણ સ્થાનિક લોકોએ સિધ્ધપુર નગરપાલિકાના ફાયર વિભાગને કરતાં ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.બનાવમા ગાડી સળગી ને રાખ થવા પામી હતી જોકે કોઈ જાનહાનિ ન સજૉતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પોલીસે પણ ધટના સ્થળે દોડી આવી આગળ ની કાયૅવાહી હાથ ધરી હતી ગાડીમાં આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.