પાટણ માતરવાડી માગૅ પર થી પસાર થતી પેટ્રોલ ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઊઠી
ઘટનાની જાણ ફાયર વિભાગને કરવા છતાં સમયસર ન પહોચતા ગ્રામજનોએ ડોલો વડે પાણી નો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
કારમાં લાગેલી આગ ઓવવાયા બાદ આવેલ ફાયર ના કમૅચારી ઓનું ચોર કોટવાલ ને દંડે તેવું વતૅન: પાટણ હાઇવે માર્ગ ઉપર થી પસાર થતા ગેસ કીટ આધારીત અને ગેસકીટ વગરના વાહનોમાં અવાર નવાર આગ લાગવાની ઘટનાઓ સર્જાતી હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે રક્ષાબંધનના પવિત્ર દિવસે ખીમાણા ગામનો પરિવાર પોતાની કાર લઈને કુણધેર ચુડેલ માતાના દશૅન કરી પરત ખિમાણા જઈ રહ્યા હતા ત્યારે પાટણ માતરવાડી માર્ગ પર કોઈ કારણસર તેઓની ચાલુ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા અફડા તફડી મચી જવા પામી હતી.
જોકે માતરવાડી ગામના પાદર પાસે કારમાં લાગેલી આગની ઘટનાની જાણ પાટણ નગરપાલિકાના કોર્પોરેટર આશાબેન દરબારના પતિ શૈલેષ સિંહ ને થતા તેઓએ તાત્કાલિક ગ્રામજનો સાથે ઘટના સ્થળે પહોંચી કારમાં સવાર પરિવારને હેમ ખેમ બહાર કાઢી પાટણ નગર નગરપાલિકા ના ફાયર ફાઈટરને જાણ કરી કારમાં લાગેલી આગને ડોલો વડે પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગને ગ્રામજનોના સહકારથી ઓલવવા મા સફળતા મેળવતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.
જોકે કારમાં લાગેલી આગની ઘટના મામલે પાટણ ફાયર વિભાગને જાણ કરી હોવા છતાં ફાયર વિભાગના કર્મચારીઓ ફાયર ફાઈટર લઈને ઘટના સ્થળે અડધો કલાક ઉપરના સમય થવા છતાં સ્થળ ન પહોંચતા ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગને ઓલવી હતી. તો મોડે મોડે પહોચેલ પાલિકા ફાયર વિભાગ ના કમૅચારી ઓ સમયસર ધટના સ્થળે ન પહોચતા અને ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે તેવો વ્યવહાર કરતાં પાલિકાના ફાયર સ્ટાફ ની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.