સિદ્ધપુરમાં બ્રહ્માંડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઢગલા બાપજીના મંદિરે મેળો ભરાયો

પાટણ
પાટણ

સિધ્ધપુર ખાતે કુવારિકા માતા સરસ્વતી નદીના તટમાં બ્રહ્માંડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઢગલા બાપજીના મંદિરે વંશપરંપરાગત યોજાતા ઢગલા બાપજીના (મુખાદ)ના લોકમેળનો કારતક સુદ નોમથી પ્રારંભ થતા હજારોની સંખ્યામાં મોઢ, મોદી સમાજના લોકો બાબરી સરામણી વિધિ માટે ઉમટી પડયા છે.બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ઢગલા બાપજીનું મંદિર આવેલું છે. અહીં પાટણ વિસ્તારના મોઢ મોદી સમાજના લોકો આશરે વર્ષોથી ઢગલા બાબજી પ્રત્યે અતૂટ શ્રધ્ધા અને વિશ્વાસ ધરાવે છે. મોઢ ઘાંચી સમાજના વડીલોના જણાવ્યા પ્રમાણે આજથી વર્ષો પહેલાના સમયે જ્યારે વાહનોની વ્યવસ્થા ન હતી ત્યારે તે સમયમાં વડવાો પાટણથી ગાડી જોડીને ગધેડા ઉપર માલ સામાન બધીને આ સ્થાનકે આવતા તે સમય આ વિસ્તાર જંગલ જેવો હતો. તેમ છતાં તેઓ જંગલમાં તંબુ બનાવી પાંચ દિવસ સુધી જંગલમાં રોકાતા અને ઢગલા બાપજીની માનતા આખડી પુરી કરતા હતા. આ પાંચ દિવસ સુધી તેઓ અહીં જંગલમાં જ રહીને ભોજન વગેરે બનાવતા હતા. જ્યારે આજે આવવા, જવા માટે વાહન વ્યવસ્થાઓ થઈ જતા આજે પણ આ પરંપરા સચવાઈ રહી છે.


લોકો પોતાના વાહનોમાં રહેવા માટેનો સંપૂર્ણ સામાન સાથે લાવી આ સ્થાનકે કારતક સુદ આઠમથી બારસ – સુધી રોકાય છે. પાટણવાડા મોઢ ઘાંચી સમાજના કોઈપમ વ્યક્તિ દેશ, પરદેશ રહેતો હોય તેને આ વિધિ કરવા માટે અચુક આવવું પડે છે. જેમાં નાના બાળકથી માંડીને માનતા તેમજ સરામણવિધિ પુરી કરે છે. આ મેળામાં પાટલ, મહેસાણા, ખેરાલુ, વિસનગર, પાનપુર, ડીસા, વાગડોદ, અમદાવાદ, મુંબઈ વગેરેથી સમાજના લોકો ઉમટી પડે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.